રાજ્યોને પણ પોતાના ક્ષેત્રમાં ખનીજ યુક્ત ભૂમિ પર કર લગાવવાનો અધિકાર
રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર-સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ૯ જજની ખંડપીઠે ૮ઃ૧ની બહુમતીથી આ ચુકાદો આપતા કહ્યું કે બંધારણ અંતર્ગત રાજ્યોને ખાણો અને ખનીજો ધરાવતી જમીન પર ટેક્સ લગાવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કાઢવામાં આવેલા ખનીજ પર આપવી પડતી રોયલ્ટી કોઈ કર નથી.
સીજીઆઈ ડીવાઈ ચંદ્રચુડે સાત અન્ય જજોની સાથે બહુમતીથી આ ચુકદો આપ્યો, જ્યારે જસ્ટિસ બી વી નાગરત્નાએ આ અંગે અસહમતિ વ્યક્ત કરતા તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો. બહુમતીથી આવેલા ચુકાદાના ઓપરેટિવ ભાગને વાંચતા ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટની સાત-ન્યાયાધીશોની ખંડપીઠનો ૧૯૮૯નો ચુકાદો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોયલ્ટી એક કર છે, જે ખોટો છે.
શરૂઆતમાં જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ખંડપીઠે બે અલગ-અલગ ચુકાદા સંભળાવ્યા છે અને ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાએ આ મામલામાં અન્ય જજથી અલગ અસહમતિપૂર્ણ વિચાર આપ્યો છે. પોતાના ચુકાદાને વાંચતા ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે રાજ્યોની પાસે ખાણ અને ખનીજ યુક્ત ભૂમિ પર કર લગાવવાની કોઈ બંધારણીય ક્ષમતા નથી.
પીઠે આ ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દા પર ચુકાદો આપ્યો કે શું ખનીજો પર આપવી પડતી રોયલ્ટી ખાણ અને ખનીજ(વિકાસ અને વિનિયમન) અધિનિયમ, ૧૯૫૭ અંતર્ગત એક કર છે, અને શું માત્ર કેન્દ્રને જ આ રીતની વસુલાત કરવાની શક્તિ છે કે પછી રાજ્યોને પણ પોતાના ક્ષેત્રમાં ખનીજ યુક્ત ભૂમિ પર કર લગાવવાનો અધિકાર છે. જોકે બહુમતી ન થવાને કારણે તેમનો ચુકાદો લાગુ પડી શક્યો નહીં.
સુપ્રીમ કોર્ટની ૯ જજોની બંધારણ પીઠમાં સીજેઆઈ ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ નાગરત્ના સિવાય ન્યાયમૂર્તિ હર્ષિકેશ રોય, ન્યાયમૂર્તિ અભય એસ ઓકા, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા, ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા, ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુઈયા, ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જોર્જ મસીહ સામેલ રહ્યા છે.