Western Times News

Gujarati News

રાજ્ય સરકારને અવગણી મ્યુનિ.કમિશ્નરે આકરા દંડ લેવાની શરૂઆત કરી

RTO-Circle

ચીમનભાઈ પટેલ બ્રિજનું ટેન્ડર રદ કરવામાં આવ્યુઃ જનમાર્ગ કોરીડોરમાંથી માત્ર એએમટીએસની બાદબાકીઃએસ.ટી યથાવત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના સતાધીશો અને કમિશ્નર વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા શીતયુધ્ધ સોમવારે સપાટી પર આવી ગયુ હતુ. ભાજપના સીનીયર કોર્પોરેટરોએ રોડ કામ માટે સમય મર્યાદાનો આગ્રહ રાખતા કમિશ્નરે મિજાજ ગુમાવ્યો હતો તથા ભાજપના જ કોર્પોરેટરોને અપશબ્દો કહ્યા હતા તે બાબત સર્વવિદિત છે.

ભાજપના કોર્પોરેટરોની સતત અવગણના થતી હોવાની રજુઆત ત્રણથી ચાર વખત મુખ્યમંત્રી કચેરીમાં થઈ છે. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં કમિશ્નરને છુટો દોર મળી ગયો હોય તેમ મ્યુનિસિપલ હોદ્દેદારો તો ઠીક પણ રાજ્યના હવે સીનિયર મંત્રીઓ દ્વારા આપવામાં આવેલ સુચનના પાલન કરવામાં આવ્યા નથી. તેવી જરીતે ચીમનભાઈ પટેલ બ્રિજની નવી પાંખ ઉતારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ આપ્યો હોવા છતાં કમિશ્નરે ટેન્ડર રદ કર્યા છે.


શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની તો તેઓ કાંઈ જ ગણતરી કરતા જ ન હોય એ રીતે તેમના વોર્ડની સમસ્યાના ઉકેલ માટે પણ કમિશ્નર ઉદાસીન રહે છે. જેના કારણે મ્યુનિસિપલ ભાજપની સાથે સાથે પ્રદેશ ભાજપમાં પણ કમિશ્નર સામે આક્રોશ જાવા મળી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કમિશ્નરે પદભાર સંભાળ્યા બાદ શહેરીજનો પર આર્થિક ભારણ વધે એવા અનેક નિર્ણયો લેવાયા હતા. સ્વચ્છ ભારત મિશનમાં ઉચ્ચ ક્રમાંક લેવા માટે પ્રજા પર વાર્ષિક રૂ.૮પ કરોડના નવા કર નાંખ્યા છે.

ધાર્મિક સ્થાનોને પણ નવા વેરામાંથી મુસ્તિ આપી નથી. તાજેતરમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે જનમાર્ગની અડફેટે આવે જતાં બ સગાભાઈઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જનમાર્ગના અધ્યક્ષ તરીકે જવાબદારીનો સ્વીકાર કરવાના બદલે કમિશ્નર ત્રણ-ચાર દિવસ સુધી મી.ઈન્ડીયા’ બની ગયા હતા.

ત્યારબાદ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાના બદલે કોરીડોરમાં પ્રવેશ કરવા બદલ વાહનચાલકો પર રૂ.૧પ૦૦થી રૂ.પ૦૦૦ સુધીની પેનલ્ટી લેવાની શરૂઆત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પાંજરાપોળ અકસ્માત બાદ રાજ્ય સરકારના બે સીનિયર મંત્રીઓએ તમામ રૂટના નિરીક્ષણ કર્યા હતા અને અકસ્માતમાં ઘટાડો થાય એ દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

જેની સામે કમિશ્નરે પેનલ્ટી લેવાની રજુઆત કરી હતી. તે સમયે રાજ્યના સીનિયર મંત્રીઓએ પ્રજા પાસેથી પેનલ્ટી વસુલ ન કરવા સ્પષ્ટ તાકીદ કરી હોય તેમ છતાં મ્યુનિસિપલ કમિશ્નરે મનમાની કરીને પ્રજા પાસેથી તગડી પેનલ્ટી લેવાની શરૂઆત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ અંગત રસ લઈને ચીમનલાલ બ્રિજ પર અગ પાંખ તૈયાર કરવા સુચન કર્યા હતા. જેના માટે નડતરરૂપ વીજળીની લાઈનો દૂર કરવામાં આવી છે. જેના માટે રૂ.ત્રણ કરોડનો ખર્ચ થયો છે. બ્રિજની નવી પાંખ માટે ટેન્ડર પ્રક્રશ્રિયા પૂર્ણ થયા બાદ મંજુરી માટે કમિશ્નર સમક્ષ રજુ કરવામાં આવતા તેમણે ટેન્ડર રદ કર્યા છે.

ચીમનભાઈ પટેલ બ્રિજના ટેન્ડર શા માટે રદ કરવામાં આવ્યા તેના જવાબ કોર્પોરેટરોને આપવાની તસ્દી કમિશ્નર દ્વારા લેવામાં આવતી નથી.લોકસભાની ચૂંટણી સમયે ભાજપના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના જ પોલીસ ખાતા સાથે સંકલન કરીને ‘જેટ’ની રચના કરવાની જાહેરાત કરી હતી. તથા પ્રજા પાસેથી આકરા દંડ વસુલ કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. એવી જ રીતે સી.જી.રોડ નવીનીકરણની ડીઝાઈન માટે પણ મ્યુનિસિપલ હોદ્દેદારો સાથે કોઈ જ ચર્ચા કરી ન હોતી.

શહેર મેયર બિજલબેન પટેલના વોર્ડમાં ડોર ટુ ડમ્પની ગાડીઓ નિયમિત જતી નથી તે મતલબની ફરીયાદ પાલડીના કોર્પોરેટરે હેલ્થ કમિટીમાં કરતા આવ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નરને ફરીયાદનો નિકાલ કરવા કરતા સોલીડ વેસ્ટના ડાયરેક્ટર તથા કોનટ્રાકટરોને બચાવવામાં વધુ રસ હોય તેમ માનવામાં આવે છે. જેના કારણે મેયર વોર્ડમાં ફરીયાદો લગભગ કાયમી બની ગઈ છે. ડેપ્યુટી મેયરના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ બેક મારવાની સમસ્યા છે.


જે અંગે કમિશ્નર સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ આવ્યો નથી. જેના કારણે સવારે પમ્પ મુકીને ડ્રેનેજનું પાણી તળાવમાં ખાલી કરવામાં આવે છે તથા બપોરે તળાવમાંથી ગટરોમાં પાણી ઠાલવવામાં આવ છે. રાજ્ય સરકારની ગ્રાંટમાંથી તૈયાર થયેલ એસવીપી હોસ્પીટલમાં એપોલો ફાર્મસીની ગેરરીતિ મામલે ફરીયાદ કરવા ગયેલ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ અને દિલીપ બગડીયા પાસે પુરાવાની માંગણી કરી હતી.

ચૂંટાયેલી પાંખ દ્વારા  ગેરરીતિની ફરીયાદ થાય ત્યારે તેને ગંભીરતાથી લેવાના બદલે પુરાવા માંગીને સીનિયર કોર્પોરેટરોનું અપમાન કર્યુ હતુ. ઉત્તરઝોનના નરોડા અને નિકોલ વોર્ડમાં પણ ડ્રેનેજ બેક મારવાની સમસ્યા કાયમી બની ગઈ છે. સ્થાનિક કોર્પોરેટરોએ ફોટા મોકલીને ફરીયાદો કરી હોવા છતાં મ્યુનિસિપલ કમિશ્નર કે સીટી ઈજનેર ધ્યાન આપતા નથી. એએમટીએસ ચેરમેન વચ્ચે ચડભડ થઈ હોવાથી સંસ્થાને તાળાબંધી કરવી પડે એવા નિર્ણય કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અતુલભાઈ ભાવસારે જનમાર્ગની બેઠકમાં ઈલેકટ્રીક બસોની ખરીદી મુદ્દે થયેલ ગેરરીતિ મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરની ભૂલના કારણે કોર્પોરેશનને રૂ.ર૪૦ કરોડનું નુકશાન થયુ હોવાના સીધા આક્ષેપ કરાયા હતા. તે સમયે પણ જવાબ આપવાના બદલે મ્યુનિસિપલ કમિશ્નર બેઠક છોડીને જતા રહ્યા હતા. તે સમયે થયેલ અપમાનનો બદલો લેતા હોય તેમ પાંજરાપોળ અકસ્માત બાદ જનમાર્ગ કોરીડોરમાંથી એએમટીએસની બાદબાકી કરવાની જાહેરાત કરી છે તેમજ જનમાર્ગના સમાંતર રૂટ બંધ કરવા માટે પણ દબાણ કર્યુ હતુ.

ટ્રાન્સપોર્ટ ચેરમેન મકક્મ હોવાથી સમાંતર રૂટ બંધ થયા નથી. ચોંકાવનારી બાબતએે છે કે કોરીડોરમાં લાલ બસ માટે ‘નો અન્ટ્રી’ જાહેર કરવામાં આવી છે. પરંતુ એસટી બસ, માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્ય્‌ા છે. એએમટીએસ માટે ૩૦૦ સીએનજી બસની ખરીદી માટે પણ વિચિત્ર શરતો રાખી હોવાથી ટેન્ડર રદ કરવાની નોબત આવી છે. આજ પ્રકારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સાથે પણ ‘અક્ષયપાત્ર’ મુદ્દે ચડભડ થયા બાદ નવા પશ્ચિમ ઝોનની મીટીંગમાં માત્ર બદલો લેવાની ભાવના રાખવામાં આવી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

ગત ગુરૂવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલભાઈ ભટ્ટે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવા માટે જણાવ્યુ હતુ. એ નિયમનો ભંગ કરનાર અધિકારીને ઠપકો આપવાના બદલે ચેરમેન સાથે વિવાદ કર્યો હતો. કમિટી કામ મંજુર નહીં કરે તો ખાનગી સ્પોન્સર્સ લાવીને પણ અક્ષયપાત્ર ને જ કામ સોંપવામાં આવશે. એવા ઉધ્ધત જવાબ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને આપ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ કમિશનર છેલ્લા ઘણા સમયથી ભાજપના સીનિયર મંત્રીઓ અને કોર્પોરેટરો સાથે સંકલન કરીને કામ કરવાના બદલે મનસ્વી રીતે કામ કરતા આવ્યા છે. નવા ઝોનની મીટીંગમાં પણ સીનિયર કોર્પોરેટરોને કામની સમયમર્યાદા આપવાના બદલે મીટીંગ છોડીને જતા રહ્યા હતા. મ્યુનિસિપલ વહીવટી તંત્રના સર્વેસર્વા એવા મ્યુનિસિપલ કમિશ્નર જ મીટીંગનો બોયકોટ કરે તો કોર્પોરેટરો અને નાગરીકો તેમના કામની અપેક્ષા કોની પાસે રાખે? એવી ચર્ચાએ મ્યુનિસિપલ ભવનમાં જાર પકડ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.