રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા નિરંતર પ્રક્રિયા છે : શિક્ષણ મંત્રી
ગાંધીનગર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા નિરંતર પ્રક્રિયા છે. રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં વર્ગ-૧ અને વર્ગ-૩માં મંજૂર મહેકમ અને ખાલી જગ્યા અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજાેમાં વર્ગ-૩નું ૪૮૮નું મહેકમ મંજૂર થયેલ છે.
જેમાં ૨૧૦ જગ્યાઓ ભરાયેલ છે તેમજ ૨૭૮ ખાલી જગ્યાઓ છે. એ જ પ્રમાણે વર્ગ-૧માં ૫૩૪ મંજૂર મહેકમમાં ૨૩૮ જગ્યાઓ ભરાયેલ છે તેમજ ૨૯૬ ખાલી જગ્યાઓ ગૌણ સેવા પસંદગી મંડળ સહિત નિયત માધ્યમથી ભરતી પ્રક્રિયા ચાલુ છે. પરંતુ ઉમેદવારને રાજ્ય સરકારના વિભાગોની સતત ભરતીથી ઇચ્છિત સારો વિકલ્પ મળતા જગ્યાઓ ખાલી પડવાની સાથે વયનિવૃતિ, સ્વૈચ્છિક નિવૃતિ તથા બઢતીથી પણ ખાલી પડ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા કેલેન્ડર ભરતી પ્રક્રિયા સતત ચાલે છે. મુખ્યમંત્રી પોતે જ તેનું મોનેટરિંગ કરી સમયસર જગ્યાઓ ભરાય તેનું ખાસ ધ્યાન રાખે છે.