‘રાજ્ય સરકારે મારા ભાઈની હત્યા કરી છે’: સિવિલ કોન્ટ્રાક્ટરે જીવન ટૂંકાવ્યું
મૃત્યુ પહેલા સિવિલ કોન્ટ્રાક્ટરે વોટ્સએપ પર મીડિયાકર્મીઓ, પોલીસ અને મિત્રોને કર્યો હતો મેસેજ
સિવિલ કોન્ટ્રાક્ટરનો મળ્યો મૃતદેહ, ભાઈએ સરકારને ગણાવી જવાબદાર
ઉડુપી/બેંગલુરુ, કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કે.એસ ઈશ્વરપ્પા સામે લાંચના આક્ષેપો લગાવનારા સિવિલ કોન્ટ્રાક્ટર મંગળવારે સવારે દરિયાકાંઠાના ઉડુપી શહેરના એક ખાનગી લોજમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ હાલ તેમના મૃત્યુ પાછળના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.
૪૦ વર્ષીય સિવિલ કોન્ટ્રાક્ટરે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસ સૂચવે છે. બેલગાવીના સંતોષ પાટીલે કથિત રીતે મીડિયાકર્મીઓ, પોલીસ અને નજીકના મિત્રોને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તેમણે તેઓ જીવનનો અંત આણવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આ માટે ઈશ્વરપ્પા જવાબદાર છે અને તેના માટે તેમના સજા થવી જાેઈએ તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. ભાજપના કાર્યકર અને હિંદુ યુવા વાહિનીના સભ્ય પાટીલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને, ઈશ્વરપ્પાએ બેલગાવી જિલ્લાના તેમના ગામ પડાસામાં પૂર્ણ થયેલા રસ્તાના કામ માટે તેમના બિલને ક્લીયર કરવા માટે તેમની પાસેથી ૪૦ ટકા કમિશનની માગણી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બિલ ૪ કરોડ રૂપિયાનું હતું.
મીડિયાકર્મીઓ, પોલીસ અને અંગત મિત્રોને વોટ્સએપ પર મોકલેલા મેસેજમાં તેમણે તેઓ જીવન ટૂંકાવવા જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. સિવિલ કોન્ટ્રાક્ટરે લખ્યું હતું કે, મેં મારા બધા સપનાઓને એક ખૂણામાં મૂક્યા બાદ આ ર્નિણય લીધો છે. મારી પત્ની અને બાળકોને, વડાપ્રધાન, સીએમ અને અમારા લિંગાયત નેતા બી.એસ. યેદિયુરપ્પાએ ટેકો આપવો જાેઈએ. મીડિયા મિત્રોનો ખૂબ-ખૂબ આભાર’.
તેમણે તેમ પણ કહ્યું હતું કે, તેમના બે મિત્રોને તેમના મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી. ‘હું તેમને ટ્રિપ પર લઈને આવ્યો છું અને તેઓ મારા હેતુ વિશે અજાણ છે’, તેમ તેમણે મેસેજમાં લખ્યું હતું. ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, તેમને સિવિલ કોન્ટ્રાક્ટરના મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. ‘સંતોષ પાટીલ કોણ છે તે મને ખબર નથી.
જ્યારે તેણે મારી પાસે પાયાવિહોણા આરોપો લગાવ્યા ત્યારે મેં તેની સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં આપણે કોર્ટના ચૂકાદાની રાહ જાેઈ જાેઈએ’, તેમ તેમણે કહ્યું હતું.
સંતોષ પાટીલના લાંચના આરોપોના આધારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી ગિરિરાજ સિંહે ઈશ્વરપ્પા પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું. બાદમાં, ઈશ્વરપ્પાએ સ્પષ્ટતા જાહેર કરતાં કહ્યું હતું કે, પાટીલ દ્વારા ઉલ્લેખિત કોઈપણ કામ માટે ન તો મંજૂરીનો આદેશ આપવામાં આવ્યો હતો કે ન તો વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
‘અરજદાર પાટીલ દ્વારા હાથ ધરવામાં આવેલા રસ્તાના કામો સરકારે અમલમાં મૂક્યા નથી. તેથી, આ પ્રોજેક્ટ માટે કોઈ ભંડોળ ઉભું કરવાનો પ્રશ્ન થતો નથી’, તેમ તેમણે કહ્યું હતું. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરના મોત અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે
અને સરકારે પોલીસને ફોરેન્સિક સાયન્સ, સ્પોટ ઈન્સપેક્શન, તપાસ અને કાયદાનુસાર દરેક બાબતના સંદર્ભમાં યોગ્ય રીતે તપાસ કરવા માટે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અમારા તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં’. તો સંતોષ પાટીલના ભાઈ પ્રશાંતે જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે મારા ભાઈની હત્યા કરી છે’. SS