રાજ્ય સરકાર સળંગ છ દિવસનું દિવાળી વેકેશન આપવાના મૂડમાં
(એજન્સી) ગાંધીનગર, દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે એ માટે રાજય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. ૩૦ મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને ર૬ થી ૩૧ સુધી વેકેશન મળી શકે છે. રપમી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે. ત્યારબાદ ર૬થી ર૯મી તારીખ અને ૩૧મી ઓક્ટોબરે રજા છે. પરંતુ ૩૦મી ઓક્ટોબરે સરકારીક ચેરીઓ ચાલુ હોવાથી કર્મચારી મહામંડળો અને સંગઠનોની માંગણી છે કેં, સરકારે ૩૦મી ઓક્ટોબરની રજા આપવી જાઈએ. અને તે રજા બીજી રજાને રદ કરીને સરભર કરવી જાઈએ.
સામાન્ય વહીવટ વિભાગને કર્મચારી સંગઠનોએ લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે. પરંતુ તેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી લઈ શકે છે. કર્મચારીઓને ૩૦મી ઓક્ટોબરે જા રજા આપવામાં આવે તો લાંબા વેકેશન પર કર્મચારી પરિવારો સાથે જઈ શકે એમ છે. તેમને કોઈ રજા પાડવી નહીં પડે.
છતાં સચિવાલયના વિભાગોના ૭પ ટકા કર્મચારીઓએ ૩૦મી ઓક્ટોબરની રજા લેવાનું નક્કી કર્યુ છે. જા સરકાર રજા આપે તો ઠીક છે. નહીંતર તેઓ તેમને મળતી હક્ક રજાનો ઉપયોગ કરીને વેકેશન માણવા માટે ઉપડી જશે. સામાન્ય વહીવટી વિભાગના અધિકારીએ કહ્યુ હતુ કે ૩૦મી ઓક્ટોબરે રજા આપવા માટેની વિચારણા ચાલી રહી છે. પરંતુ હજુ સુધી તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કેમ કે ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે.