રાજ કુંદ્રાની સામે ૧૪૬૭ પાનાની ચાર્જશીટ ફાઈલ
મુંબઈ, અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાં બંધ છે. તાજેતરમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજ કુંદ્રા અને તેની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝના આઈટી હેડ રાયન થોર્પ સામે ૧,૪૬૭ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં રાજ કુંદ્રા અને રાયન ઉપરાંત અન્ય બે વોન્ટેડ આરોપીઓ યશ ઠાકુર અને સંદીપ બક્ષી સામે પણ પુરાવા છે. આ ચાર્જશીટમાં ૪૩ સાક્ષીઓના નિવેદન છે અને તેમાંથી એક છે રાજની પત્ની અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી.
રાજ કુંદ્રાને સાથે રાખીને પોલીસે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી હતી. નિવેદન દરમિયાન શિલ્પાએ શું કહ્યું હતું તેનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શિલ્પા શેટ્ટીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું, રાજ કુંદ્રાએ ૨૦૧૫માં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની શરૂઆત કરી હતી. હું ૨૦૨૦ સુધી કંપનીમાં ડાયરેક્ટર પદે હતી પરંતુ મેં અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું.
મને હોટશોટ્સ અને બોલીફેમ એપ્સ વિશે કંઈ જ ખબર નથી. હું મારા કામમાં ખૂબ વ્યસ્ત હતી એટલે મને નથી ખબર કે રાજ શું કરતો હતો.
જણાવી દઈએ કે, ચાર્જશીટમાં પોલીસે રાજ કુંદ્રાને પોર્ન રેકેટનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, રાજ કુંદ્રા પોર્ન રેકેટના રોજિંદા ઓપરેશન મુંબઈમાં આવેલા વિઆન ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી સંભાળતો હતો.
પોલીસના કહેવા અનુસાર, હોટશોટ્સ અને બોલીફેમ આ બંને એપ એવી છે જેના પર રાજ દ્વારા અશ્લીલ ફિલ્મો અપલોડ કરવામાં આવતી હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટી ઉપરાંત ૪૨ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મઢ આઈલેન્ડમાં આવેલા બંગલામાં પોલીસે દરોડા પાડીને રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ થઈ છે. ૯ આરોપીઓ સામે પોલીસે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી અને બાકીના આરોપીઓ સામે બુધવારે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.
પુરાવા તરીકે ઈ-મેઈલ, રાજ અને અન્ય આરોપીઓ વચ્ચેની વોટ્સએપ ચેટ, પોર્ન કન્ટેન્ટથી ભરેલી ૨૪ હાર્ડ ડિસ્ક અને રાજ કુંદ્રાના આર્થિક લેખાં-જાેખાંની વિગતો જાેડવામાં આવી છે. જણાવી દઈએ કે, પોલીસે ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા જેલમાં છે ત્યારે બુધવારે જ શિલ્પા શેટ્ટીએ વૈષ્ણોદેવી માતાના દર્શન કર્યા છે.SSS