રાજ કુંદ્રા ચહેરો છુપાવી ફિલ્મ જોવા થિયેટર પહોંચ્યો
મુંબઇ, કથિત રીતે પોર્ન ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ પર લોન્ચ કરવાના કેસમાં ધરપકડ થયા બાદ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જાહેરમાં દેખાવાનું ટાળે છે. રાજ કુંદ્રાની જુલાઈ, ૨૦૨૧માં દરપકડ થઈ હતી અને બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બર, ૨૦૨૧માં તે જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો.
રાજ કુંદ્રા આમ તો પહેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો હતો અને ફોટોગ્રાફર્સ સામે હસીને પોઝ પણ આપતો હતો, પરંતુ હવે તેનાથી તે દૂર ભાગી રહ્યો છે. રાજ કુંદ્રા ફરીથી ચર્ચામાં છવાયો છે અને આ વખતે કેસના કારણે નહીં પરંતુ લૂકના કારણે. વાત એમ છે કે, સોમવારે રાતે તે પરિવારના સભ્યો અને મિત્રો સાથે ફિલ્મ જાેવા માટે ગયો હતો.
આ વખતે તેણે એવો લૂક અપનાવ્યો હતો જેનાથી તે ટ્રોલ થઈ ગયો છે. રાજ કુંદ્રા સોમવારે સાળી શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, સાસુ સુનંદા શેટ્ટી અને ફ્રેન્ડ આકાંક્ષા મલ્હોત્રા સાથે ફિલ્મ જાેવા ગયો હતો. આ દરમિયાન તેણે બ્લેક કલરનું પેન્ટ અને બ્લેક કલરનું જેકેટ પહેર્યું હતું.
તેણે જેકેટની કેપથી ચહેરો ઢાંકી દીધો હતો. ફોટોગ્રાફર તેને ઓળખી ન લે તેથી કદાચ તેણે આવું કર્યું હશે. પરંતુ નવાઈની વાત તો એ હતી કે તેણે કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. રાજ કુંદ્રાને ચહેરો છુપાવતો જાેઈને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને પોર્નોગ્રાફી કેસની યાદ અપાવી છે અને અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું છે ‘આ તો મોં દેખાડવાને લાયક જ નથી રહ્યો’, એક યૂઝરે લખ્યું છે ‘કામ જ એવા શું કામ કરે છે કે મોં છુપાવવું પડે’, એક યૂઝરે લખ્યું છે ‘કામ એવું કરશો તો મોં તો છુપાવવું જ પડશે ને’. તો અન્ય એકે લખ્યું છે ‘હવે સુપરથી ઉપરવાળા કામ કરીશ તો આવુ જ થવાનું.
ગયા વર્ષે મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ સાથે ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા પોર્ન રેકેટને લઈને મોટા ખુલાસા થયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, રાજ કુંદ્રાએ ઘણી પોર્ન ફિલ્મો બનાવી હતી અને તેનાથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી.SSS