Western Times News

Gujarati News

રાજ કુંદ્રા પોર્નની કમાણી ઓનલાઈન સટ્ટામાં વાપરતો હોવાની શંકા

અભિનેત્રીના પતિના રિમાન્ડ લંબાવીને ૨૭ જુલાઈ સુધીના કરાયા, પોલીસ આરોપીના બેંક એકાઉન્ટ તપાસ કરવા માગે છે

મુંબઈ, અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૩મી જુલાઈ સુધી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

આજે ૪૫ વર્ષીય રાજ કુંદ્રાના રિમાન્ડ પૂરા થતાં તેને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ ૭ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જાે કે, કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં રાજને ૨૭મી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. રાજ કુંદ્રાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

મુંબઈ પોલીસે કોર્ટમાં કહ્યું કે, રાજ કુંદ્રા પોર્નોગ્રાફીમાંથી થતી કમાણીની રકમ ઓનલાઈન સટ્ટામાં વાપરતો હોવાની શંકા છે, માટે જ તેના બેંક અકાઉન્ટની તપાસ જરૂરી છે. મહત્વનું છે કે, રાજ કુંદ્રાની સાથે તેની કંપનીના આઈટી હેડ રાયન થાર્પને પણ ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં મુંબઈ પોલીસ કમિશનર હેમંત નંગરાળે રાજ કુંદ્રાને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો હતો. આ તરફ રાજ કુંદ્રાને ભાયખલ્લા જેલથી કોર્ટમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે ત્યાં હાજર મીડિયા સામે તેણે હાથ જાેડ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેસની વાત કરીએ તો, ફેબ્રુઆરી ૨૦૨૧માં મુંબઈ પોલીસે મડ આઈલેન્ડના એક બંગલામાં રેડ પાડી હતી. ત્યાંથી લાઈવ પોર્ન વિડીયો ફિલ્મમેકિંગનું રેકેટ ઝડપાયું હતું. જે બાદ આ કેસમાં ઘણાં લોકોની ધરપકડ થઈ હતી અને તપાસ દરમિયાન રાજ કુંદ્રાનું નામ બહાર આવ્યું હતું. પ્રોપર્ટી સેલને પોર્ન વિડીયો બનાવામાં યુકેની પ્રોડક્શન કંપની કેનરિનનો હાથ હોવાની માહિતી મળ્યા બાદ તેના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરાઈ હતી.

ઉમેશ કામત રાજ કુંદ્રાનો પૂર્વ પીએ હતો. ઉમેશ પર આરોપ હતો તે તેણે ગહેના વશિષ્ઠે શૂટ કરેલા ઓછામાં ઓછા આઠ પોર્નોગ્રાફિક અને વાંધાજનક વિડીયો સોશિયલ મીડિયા એપ પર અપલોડ કરીને કમાણી કરી હતી. કથિત રીતે શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હોટશોટ્‌સ એપ પર પોર્ન વિડીયો અપલોડ કરતો હતો.

મુંબઈના જાેઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભાંબરેએ જણાવ્યું કે, ફ્રીમાં ડાઉનલોડ થતી આ એપ ગૂગલ અને એપલે અનુક્રમે પ્લેસ્ટોર અને એપસ્ટોર પરથી હટાવી લીધી હતી. એપ દૂર કરવા પાછળનું કારણ તેનું કન્ટેન્ટ હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાજ કુંદ્રા અને તેના યુકે સ્થિત બનેવી પ્રદીપ બક્ષીએ મળીને હોટશોટ્‌સ એપ ડેવલપ કરી હતી. કેનરિન લિમિટેડનો ચેરમેન પ્રદીપ બક્ષી બ્રિટિશ નાગરિક છે અને તેણે રાજ કુંદ્રાની બહેન સાથે લગ્ન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.