રાજ શિલ્પાની ગેરહાજરીમાં પુત્રને લઈને રેસ્ટોરાંમાં પહોંચ્યો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હાલમાં જ દીકરા વિઆન સાથે એક રેસ્ટોરાંની બહાર જાેવા મળ્યો હતો. શનિવારે રાત્રે વિઆન અને રાજ ડિનર લીધા બાદ રેસ્ટોરાંની બહાર નીકળતાં જાેવા મળ્યા હતા. રેસ્ટોરાંમાં રાજ બ્લેક રંગની હૂડી પહેરીને આવ્યો હતો અને મીડિયાના ફોટોગ્રાફર્સથી બચવાનો પ્રયાસ કરતો જાેવા મળ્યો હતો. પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલો રાજ કુંદ્રા હાલ જામીન પર મુક્ત છે.
સપ્ટેમ્બર મહિનામાં જેલમાંથી છૂટીને આવ્યા બાદથી રાજ કુંદ્રા ભાગ્યે જ જાહેરમાં જાેવા મળે છે. ત્યારે શનિવારે રાત્રે પણ તેણે હૂડીથી ચહેરો છુપાવાની કોશિશ કરી હતી. જાેકે, વિઆન અને રાજ સાથે શિલ્પા શેટ્ટી જાેવા નહોતી મળી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શિલ્પા શેટ્ટી હાલ મુંબઈમાં નથી.
શનિવારે સાંજે શિલ્પા શેટ્ટી એરપોર્ટ પર જાેવા મળી હતી. રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલના દીકરાના લગ્ન જયપુરમાં યોજાવાના છે જેમાં હાજરી આપવા શિલ્પા ગઈ છે. શિલ્પા ઉપરાંત અનિલ કપૂર અને સલમાન ખાન પણ આ લગ્ન માટે જયપુર પહોંચ્યા છે. અહીં તેમણે પર્ફોર્મન્સ આપ્યું હતું જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિલ્પા શેટ્ટીની ગેરહાજરીમાં રાજ બાળકોનું ધ્યાન રાખી રહ્યો છે અને દીકરા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જાેવા મળ્યો હતો. મહત્વનું છે કે, બે મહિના જેલમાં રહ્યા બાદ રાજ જાહેરસ્થળોએ ખૂબ ઓછો જાેવા મળે છે. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં જેલમાંથી છૂટ્યા બાદ દિવાળી વખતે પહેલીવાર રાજ શિલ્પા સાથે જાહેરમાં દેખાયો હતો. તેઓ હિમાચલપ્રદેશના વિવિધ મંદિરોમાં દર્શન કરતાં જાેવા મળ્યા હતા. જણાવી દઈએ કે, અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં મુંબઈ પોલીસે જુલાઈ ૨૦૨૧માં રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.
પોલીસે રાજ કુંદ્રાની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી તેમને અશ્લીલ ફિલ્મો મળી આવી હતી. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવાનો અને તેને ઈન્ટરનેટ પર પ્રસારિત કરવાનો આરોપ છે. આ કેસમાં બે મહિના જેલમાં રહ્યા બાદ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાજ જામીન પર મુક્ત થયો હતો. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાજ કુંદ્રાને ધરપકડ સામે ૪ અઠવાડિયાની રાહત આપી છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ ફટકારી છે. રાજ કુંદ્રાએ ૨૫ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અગાઉ બોમ્બે હાઈકોર્ટે રાજ કુંદ્રાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.SSS