Western Times News

Gujarati News

રાણાસૈયદ નજીક હોટલમાં અસામાજીક તત્ત્વોએ તોડફોડ કરી

પ્રતિનિધિ , ભિલોડા, મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલ રાણાસૈયદ વિસ્તાર નજીક એક જ કોમના બે જૂથ વચ્ચે યુવક-સગીરાને ભગાડી જવાની અદાવતમાં ભારે હંગામો થયો હતો જેમાં સગીરાના પરિવારજનો અને સગા-સબંધીઓએ રાણાસૈયદ વિસ્તાર રોડ બહાર આવેલી હોટલમાં ભારે તોડફોડ કરતા નાસભાગ મચી હતી.

રાણાસૈયદ બાયપાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટનાના પગલે ટાઉન પોલીસ સહીત જીલ્લા પોલીસ કાફલા ઘટનાસ્થળે પહોંચી સ્થીતી કાબુમાં લીધી હતી રાણાસૈયદ વિસ્તારમાં આવેલી હોટલમાં ચાંદટેકરી વિસ્તારના સગીરાના પરિવારજનોએ હલ્લાબોલ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી પોલીસે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દીધો હતો ટાઉન પોલીસે ૭ આરોપીઓની અટકાયત કરી લીધી હતી.

પ્રાપ્ત માહીતી અનુસાર, મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં ગુરૂવાર ની મોડી રાત્રીએ એક જ કોમ ના બે જુથો વચ્ચે બબાલ થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચે તે પહેલા તોફાની તત્વો એ એક દુકાન તોડી નાખી હતી ઘટના ની જાણ થતા પોલીસ પહોંચી હતી ટોળાને વિખેરી કાયદો અને પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો .

અરવલ્લી જિલ્લાના મોડાસાના નગરમાં આવેલ રાણા સૈયદ વિસ્તારમાં ગુરૂવાર ની મોડી રાત્રીએ તોફાની તત્વોએ એક દુકાને તોડી નાંખી હતી. પતરાના શેડવાળી ચા અને નાસ્તાની દુકાનમાં ૧૦ જેટલા અસામાજીક તત્વો લાકડી અને ધોકા લઇ ઘુસી ગયા હતા અને દુકાનમાં રહેલ ફ્રીઝ તેમજ અન્ય વસ્તુઓ તોડી નાખી અંદાજીત રૂ.૨૫૦૦૦ નું નુકશાન કર્યુ હતું.

પોલીસે ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેરી નાંખી પોલીસ કાફલો તૈનાત કરી દેતા મામલો થાળે પડ્યો હતો. પોલીસ એફ.આઇ.આર મુજબ બનાવ ની વિગત એવી છે કે દુકાનદારનો કોઇ સંબધી ઘટનામાં તોડફોડ કરનાર એક આરોપી ની છોકરી ને ભગાડી ગયો હોવાથી મામલો બિચકાયો હતો. ઘટના ની જાણ થતા લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા અને માસ્ક તેમજ સોસીશીયલ ડીસ્ટન્સ ના નિયમોના ધજાગરા ઉડતા જાહેરનામા નો ભંગ થયો હતો .

પોલીસે આ મામલમાં આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા સાત આરોપીઓની અટકાયત કરી કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના નામ ર્ંઃ ૧. અલ્લારખ નાથુ મુલ્તાની ૨. જાહીર નીજમભાઇ મુલ્તાની ૩.હમીદ ગુલાબ મુલ્તાની ૪. મોહસીન અયુબભાઇ મુલ્તાની ૫.આસીફ અયુબભાઇ મુલ્તાની ૬.આર્યલ અયુબભાઇ મુલ્તાની ૭.કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.