રાણીપમાં ઓવરબ્રિજ બાંધવાની કામગીરીમાં સતાધીશોની બેદરકારી
૭૮ કરોડના ખર્ચે રાણીપ ઓવરબ્રિજ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવાની તૈયારી થઈ
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ૭૮ કરોડના ખર્ચે રાણીપ, ઓવરબ્રિજના પ્લાનને મંજુરી મળી ગઈ છે અને જ્યારે બાંધકામનું કામ શરૂ થવાની તૈયારીમાં હતુ ત્યારે મોડે મોડે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા સતાવાળાઓને સમજાયુ કે જે ઓવરબ્રિજના બાંધકામ માટે શરૂઆત કરવામાં આવી છે તે પૂલનો એક છેડો તો ખાનગી માલિકીની જમીન પર પડે છે. અને તે જગ્યા સંપાદન કરવા માટે નથી તો કોઈ કાર્યવાહી કે નથી કોઈ જમીન માલિકને જાણ કરાઈ.
જ્યારે આ માટે પ્લાન બનાવવામાં આવ્યો ત્યો પણ ધ્યાન આપવામાં આવ્યુ નહોતુ. અને ઉતાવળમાં ૭૮ કરોડનો પ્રોજેક્ટ મંજુર કરી દીધો. નવાઈની વાત તો એ કે આ ખાનગી માલિકીની જમીનને અડીને જ રેલ્વેની માલીકીની પ્લોટ પણ આવેલો છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા રાણીપ બ્રિજ બનવો જરૂરઆવકારદાયક છે. પરંતુ પહેલા તેને ગંભીરતાપૂર્વક અભ્યાસ થવો એટલા માટે જરૂરી હતો.
આ બધુ ત્યારે જ જાણ માં આવ્યુ હતુ જ્યારે નિયમાનુસાર ખાનગી કન્સ્લટન્ટ કોમ્પ્રેહેન્સીવ રીપોર્ટ તૈયાર કરી રહ્યા હતા. એક થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ તરીકે. રાણીપ તથા ન્યુ રાણીપ સામે ૭૮ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજના પ્રોજેક્ટ માટે રેલ્વે તરફથી પણ ર૦૧૩માં મંજુરી મળી હતી.
પંરતુ કેટલીક રેલ્વેની માલિકીની જમીન મેળવવા માટના પત્ર વ્ય્વહારમાં થોડા વિલંબ થયો હતો. જેની ર૦૧૭મી ફેબ્રુઆરીના રોજ મંજુરી મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાના જણાવ્યા અનુસાર જ્યારે રાણીપ ગાર્ડન પાસેથી ૧૧૦૦૦ ચો.વા. જમીન મ્યુનિસિપલ કોર્પોરેશને ભેટ ધરી.