રાણીપમાં ભાજપના ઉમેદવારો રીપીટ થતા ભડકો

અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે ૫૭૫ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાેકે હવે આ લિસ્ટને લઈને પાર્ટીમાં ઠેર ઠેર અસંતોષનો પલીતો ચિંપાયો છે.ભાજપ કાર્યકરો અને નેતાઓની ટિકિટ કપાતાં અસંતોષ ક્યાંક સૂત્રોચ્ચાર સ્વરુપે તો ક્યાંક પક્ષના કાર્યાલય બહાર ધરણા સ્વરુપે દેખાઈ રહ્યો છે.
હવે અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપમાં અસંતોષ બેનર વોરમાં ફેરવાઈ રહ્યું છે. અમદાવાદ મનપામાં વોર્ડ નં ૫માં આવતા રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં ભાજપ દ્વારા ઉમેદવારોને રીપીટ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે. આ બેનરમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી રાણીપ વોર્ડ નંબર ૫ અંતર્ગત આવતા રાણીપ અને ન્યુ રાણીપ વિસ્તારમાં ઉમેદવારોને રીપીટ કરતા જાહેર જનતા અસંતુષ્ટ છે.