રાણીપ ST સ્ટેન્ડ બહાર BRTS કોરીડોરમાં કાર થાંભલા સાથે ટકરાઈ

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ રાત્રિ દરમિયાન કેટલાક વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે તસ્વીરમાં શહેરના રાણીપ એસ.ટી સ્ટેન્ડ બહાર બીઆરટીએસ કોરીડોરમાં થાંભલા સાથે ટકરાઈ રેલીંગ પર ચઢી ગયેલી કાર નજરે પડે છે.
બીઆરટીએસ કોરીડોરમાં વાહન હંકારવું ગુનો હોવા છતાં લોકો મોડી રાતે અને વહેલી સવાર દરમ્યાન બીઆરટીએસના ટ્રેકમાં વાહનો હંકારતા હોય છે. જેેને કારણે ભૂતકાળમાં કેટલાંક અકસ્માતો પણ થયા છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ- જયેશ મોદી)