રાતના ૩ વાગ્યા સુધી પબજી રમ્યો, સવારે લટકતી લાશ મળી
કોટા: પબજી ગેમે વધુ એક બાળકનો જીવ ભરખી લીધો છે. તાજા મામલો રાજસ્થાનના કોટાનો છે, જ્યાં ૧૪ વર્ષના એક કિશોરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફાંસી લગાવતા પહેલા તે પબજી ગેમ રમી રહ્યો હતો. પરિજનોએ જણાવ્યું કે કિશોરે ત્રણ દિવસ પહેલા જ પબજી ગેમ ડાઉનલોડ રકી હતી અને સતત રમી રહ્યો હતો. આત્મહત્યા કરી તે રાતે પણ તે ૩ વાગ્યા સુધી પબજી રમ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબ્જામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
રેલવે કોલોની પોલીસ સ્ટેશનના પ્રભારી હંસરાજ મીણાએ જણાવ્યું કે કિશોર ૯મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તેના પિતા સેનામાં કાર્યરત છે.
તેમણે જણાવ્યું કે કિશોરે બેડરૂમમાં જ ફાંસી લગાવી લીધી હતી.તમિલનાડુના મૂળનો આ પરિવાર કોટાના ગાંધીનગર વિસ્તારમાં રહેતો હતો. રેલવે કલોની પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે કિશોરે પોતાની માતાના ફોનમાં પબજી ગેમ ડાઉનલોડ કરી હતી, જે બાદ તે સતત પબજી ગેમ રમી રહ્ય હતો. તેમણે જણાવ્યું કે કિશોર રાતના ત્રણ વાગ્યા સુધી રૂમમાં પબજી રમી રહ્યો હતો, જેમાં તેનો એક ભાઇ અભ્યાસ પણ કરી રહ્યો હતો. જે બાદ તે બાજુના રૂમમાં ઉંઘવા ચાલ્યો ગયો. પબજીને કારણે અગાઉ પણ મૃત્યુ થયાં છે સવારે પરિજનોએ કિશોરની લાશ લટકતી જોઇ. કિશોરને તરત નીચે ઉતારી તેને એમબીએસ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો, જ્યાં ડાક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધો.
પબજી ગેમના કારણે અગાઉ પણ કેટલાય સુસાઇડ કેસ સામે આવી ચૂક્યા છે. પબજી એટલે કે પ્લેયર અનનોંસ બેટલગ્રાઉન્ડ સાઉથ કોરિયાની કંપની બ્લૂહોલની સહાયક કંપની પબજી કોર્પોરેશન દ્વારા તૈયાર કરવમાં આવેલી ઓનલાઇન ગેમ છે. આ ગેમને એક સાથે કેટલાય પ્લેટફોર્મ પર રમી શકાય છે. નવ ફેબ્રુઆરી ૨૦૧૮થી ભારતમા લોન્ચ થયેલ આ ગેમે ભારતીય યુવાઓને પોતાના દિવાના બનાવી દીધા છે.હાલમાં જ કોટા જિલ્લાના રામગંજમંડી કસ્બામાં મોબાઇલને લઇ એક કિશોરીએ કુવામાં છલાંગ લગાવી દીધી હતી.
મોબાઇલ ફોન વધુ વાપરવા બદલ તેની મમ્મીએ છોકરીને વઢી હતી. આ વાત પસંદ ના આવતાં છોકરીએ કુવામાં કૂદી આપઘાત કરી લીધો.મધ્ય પ્રદેશમાં પબજી ગેમની લતને પગલે એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો.ઉત્તર પ્રદેશના મથુરામાં યુવકે રૂમમાં લાગેલા પંખામાં ફંદો લગાવી ફાંસી ખાઇ લીધી હતી. યુવક પબજી રમતો હતો અને પિતાએ તેનો મોબાઇલ છીનવી લીધો હતો.