રાતે પ્રેમિકાને મળવા ગયો તો મળી તાલિબાની સજા
બનાસકાંઠા: બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવક નું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાને મળવા ગયેલો આ પ્રેમી યુવક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. લાખણી તાલુકાના કુડા ગામનો દિપાજી પટેલ નામનો યુવક ગત મોડીરાત્રે પ્રેમિકાને મળવા માટે કોટડા ગામે ગયો હતો. જે દરમિયાન તે ગ્રામજનોના હાથે ઝડપાઈ જતાં ગ્રામજનોએ પ્રેમી યુવક ને તાલિબાની સજા કરી છે.
પ્રેમિકાને મળવા માટે આવેલા આ યુવકને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયો હતો બાદમાં તેને માથે ટકો કરાવી મુંડન કરી તેનો વિડીયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ કર્યો હતો. જાેકે આ મામલે હજી સુધી પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની તાલીબાની સજા કરવી એ કોઈ નવી વાત નથી અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા સગાસંબંધીઓ કે ગ્રામજનોને હાથે ઝડપાઇ ગયેલા યુવકને તાલીબાની સજા કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા.જાેકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદમાં પણ તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો હતો. શહરેના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ ગઇ છે
કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સની બહારનો છે. વીડિયોમાં લોકો યુવતીને માર મારતા નજરે પડી રહ્યા છે. આ યુવતીને માર મારવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. લોકો તેને એટલે માર મારી રહ્યા છે કેમ કે તેણે એક દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જે બાદ લોકોએ તેને પકડીને બાંધી દીધી હતી.