રાત્રિના સમય દરમિયાન ૮૦ થી વધુ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું

વીણા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી રોટરી ક્લબ નડીઆદ દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતો, નડિયાદ શહેરના રેલ્વ સ્ટેશન વિસ્તાર બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ વિવિધ કોમ્પલેક્ષમાં, જાહેર સ્થળોએ ખુલ્લામાં રહેતા ગરીબ અને જરૂરિયાતવાળા ઠંડી થી થરથરતા લોકોનો રૂબરૂ સંપર્ક કરી રાત્રિના સમય દરમિયાન જે તે સ્થળે પહોંચી ૮૦ થી વધુ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રવિન્દ્ર સરના , સેક્રેટરી એમ.યુ .મલેક. મનોજ દેસાઈ , પ્રવિણસિંહ ગોહિલ તેમજ અન્ય હાજર હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)