Western Times News

Gujarati News

રાત્રિ કફર્યુનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદછ દેશમાં કોરોનાના ફેલાયેલા વાયરસની  પરિસ્થિતિ  વચ્ચે ગુજરાતમાં  સ્થિતિ ખૂબ જ ગંભીર બનવા લાગી છે અનલોક-૧ માં અપાયેલી છુટછાટો દરમિયાન સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહયો છે જેના પગલે કોરોનાના કેસોની સંખ્યા સતત વધવા લાગતા સરકારી તંત્ર સક્રિય બન્યું છે અને રાજયભરમાં રાત્રિ કફર્યુનો અમલ કડકાઈથી કરવા માટે પોલીસતંત્રને સૂચના આપવામાં આવી છે નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત માસ્ક પહેર્યા વગર ફરનાર સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે અનલોક-૧ માં વધુ પ્રમાણમાં છુટછાટ આપી દેવાતા સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી રહયા છે ઉદ્યોગ ધંધાઓ શરૂ થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોનાના કેસો સતત વધવા લાગતા સરકાર ચોંકી ઉઠી છે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે જેના પગલે હવે પોલીસને સક્રિય કરવામાં આવી છે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેના પગલે છેલ્લા બે દિવસથી પોલીસતંત્ર કડક કાર્યવાહી કરી રહયું છે.

ગુજરાતમાં વધતા જતા કેસોના કારણે અનલોક-૧માં રાત્રિ કફર્યુ યથાવત રાખવામાં આવ્યો છે સાંજે સાત વાગ્યે તમામ દુકાનો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે જયારે રાત્રે ૯ થી સવારના પ વાગ્યા સુધી લાદવામાં આવેલા કફર્યુનો હવે કડક અમલ કરવા ગૃહવિભાગને આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલે રાજયભરના પોલીસતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે અને અમદાવાદ, સુરત જેવા શહેરોમાં નાઈટ પેટ્રોલીંગ વધારી રસ્તા પર નીકળનાર સામે અટકાયત સહિતના પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
રાજયભરમાં સાંજે ૭ વાગે તમામ દુકાનો બંધ કરી દેવાનો આદેશ અપાયો છે જેના પગલે આ નિયમોનો ભંગ કરનાર દુકાનના માલિક સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શહેર પોલીસતંત્ર ઉપરાંત અન્ય એજન્સીઓ પણ આ કાયદાનો અમલ કરાવવા માટે એલર્ટ થઈ ગઈ છે. જેના પગલે છેલ્લા બે દિવસમાં સંખ્યાબંધ દુકાનદારો નિયમોનો ભંગ કરતા ઝડપાયા છે આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન શહેરોમાં સોસાયટીઓની અંદર તથા જાહેર રોડ પર ટોળેવળીને લોકો બેઠેલા જાવા મળતા હોય છે આ પરિÂસ્થતિમાં આ તમામની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.