Western Times News

Gujarati News

રાત્રિ કફ્ર્યુનો સમય એક કલાક ઘટાડવામાં આવ્યો

Files Photo

જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧ જૂલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે.

આ ર્નિણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી ૧ કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધીનો છે

તે ૩૧ જૂલાઈથી રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે. રાજ્યના આ ૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧ જૂલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જાે બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય

તો કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો ર્નિણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.