રાત્રિ કરફ્યુમાં IPLની ટીમોને પ્રેક્ટિસ અને પ્રવાસની છૂટ

મુંબઇ: રાજ્યમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે લાદવામાં આવેલા રાત્રિ કરફ્યુમાં મહારાષ્ટ્ર સરકારે આઇપીએલની ટીમોને પ્રેક્ટિસ અને પ્રવાસની છૂટ આપી છે. મહારાષ્ટ્ર સરકારે સોમવારે સ્પષ્ટતા તરીકે હતી કે કોરોનાના કેસમાં ઉછાળો થવા છતાં પણ મુંબઈમાં સંલગ્ન હોટેલોમાં ઉતરનારી આઇપીએલમાં ભાગ લેવા આવેલી ટીમોને રાત્રિ કરફ્યુમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લીધે નાખવામાં આવેલો રાત્રિ કરફ્યુ રાતના આઠ વાગ્યાથી શરુ થઈ જાય છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેઇનને તોડવા માટે રાતના આઠથી સવારના સાત વાગ્યા સુધીનો કરફ્યુ લાદ્યો છે. આ કરફ્યુનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. બીસીસીઆઇ અને એમસીએએ બે પ્રેક્ટિસ સત્રનું આયોજન કર્યુ છે. તેમા પહેલુ સત્ર ચારથી સાડા છ વાગ્યાનું છે અને બીજું સત્ર રાતના સાડા સાતથી સાડા દસ સુધીનું છે, એમ બીસીસીઆઇને પાઠવેલા પત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને પુર્નવસન વિભાગના સચિવ શ્રીરંગ ચોલપે લખ્યું હતું.
શહેરમાં ૧૧ હજારથી પણ વધારે કેસ નોંધાયા હતા. રાત્રે આઠ વાગ્યા પછી પ્રેક્ટિસ કરવા માટે ફક્ત આઇપીએલ સ્ટાફને જ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને મેદાનથી હોટેલ સુધી ફ્રી મૂવમેન્ટની રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ ર્નિણયના પગલે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને રાહતનો શ્વાસ લીધો છે. આ અંગે સંલગ્ન હિલચાલમાં જણાવાયું હતું કે વાનખેડે ગ્રાઉન્ડ સ્ટાફમાં ગઇકાલે દસ જણ નેગેટિવ હતા તે આજે ઔનેગેટિવ આવ્યા હતા. જ્યારે બીજા ત્રણ પોઝિટિવ આવ્યા હતા.