રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ
કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીએ વીડિયો ડિલીટ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે
રાજકોટ, કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ૨૦ મોટા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલા કૉલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જાેકે, ગણતરીની કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીએ વીડિયો ડિલીટ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં વધુ એક વખત રાત્રિ કર્ફ્યૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકોટ શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કૉલેજ અંડર બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
વીડિયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. બાદમાં પોલીસના ડરે વીડિયો ડિલીટ કરી નાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ આ વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે નામના એકાઉન્ટમાંથી એક બાદ એક કૉમેન્ટ કરી યુવતી પોતાના બચાવ માટે પક્ષ રાખવાના સતત પ્રયત્નો કરી રહી છે.
યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇ-મેઇલ આઇડી પીહુ રાઠોડના નામથી શેર કર્યું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની જાતને યુવતી પબ્લિક ફિગર બતાવી રહી છે. તો સાથે જ પોતે પ્રોફેશનલ એન્કર, મોડલ, એક્ટ્રેસ, ડબિંગ આર્ટિસ્ટ હોવાનું જણાવી રહી છે.
યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ગણતરીની કલાકો પહેલા જ ડો. યાજ્ઞિક રોડનો પણ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, “હું કોઈ પૈસાવાળાની દીકરી નથી. માંડ માંડ કરી લાઇફ જીવું છું. કમાવવા વાળી એક જ છું.
એમાં પણ આ બે વર્ષથી અમારા જેવા ઇવેન્ટવાળા પાસે તો કંઈ જ નથી. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન વીડિયો બનાવનાર યુવતીને ક્યારે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે તે જાેવું મહત્ત્વનું બની રહેશે.