વિરપુર તાલુકાના ગામડાઓમાં ૫૬ રહેણાંક મકાનો વરસાદમાં ધોવાયા
વિરપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ mm વરસાદ નોંધાયો જેના પગલે કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રહેણાંક મકાનો ધરાશાયી થયા.
(વિપુલ જોષી) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે ત્યારે વિરપુર તાલુકામાં રાત્રીના બે વાગ્યા પછી મેઘરાજા વિજળીના કડાકા ભડાકા સાથે તુટી પડયો હતો જેના પગલે વિરપુર તાલુકાના ગામડાઓમાં રહેણાંક મકાનો ધરાશાયી થયા છે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિરપુર તાલુકામાં સીઝનનો કુલ વરસાદ ૬૩૮mm નોંધાયો છે જેના કારણે કેટલાક સ્થળોએ માટીના તેમજ પાકા બનાવેલ મકાનો ધરાશાયી થયા હતા.
જેમાં ઘાટડા-૭,ખાટા-૯,કોયલા-૩,સારિયા-