રાત્રી કર્ફ્યુનો સમય રાતે ૧૦થી સવારે ૬નો કરાયો
ગાંધીનગર, ગુજરાતના ચાર મોટા મહાનગરોમાં કોરોના મહામારી ફાટી નિકળ્યા બાદ રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે રાત્રિ કરફ્યૂ લાદી દીધુ હતું. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લાદી દીધુ હતું. પરંતુ હવે આ ચાર મહાનગરો સહિત રાજ્યમાં કોરોના મહામારીના પોઝિટિવ કેસનો આંકડો ઘટતા સરકારે આ રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં રાત્રિના ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી કરફર્યૂ રહેશે. જેનો અમલ ૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી રહેશે.SSS