રાત્રી થતાની સાથે બજારમાં બંધ દુકાનો આગળ જામે છે દારૂની મહેફીલો,દારૂ-બિયરની બોટલો દુકાન બહાર નાખી દેતા વેપારીઓ ત્રાહિમામ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવા પૂરતી રહી હોય તેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે તેમ છતાં બુટલેગરો અને અસામાજીક તત્ત્વો સામે પનો ટૂંકો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે મેઘરજ નગર રાજસ્થાનને અડીને આવેલ હોવાથી વિદેશી દારૂની માંગો તે બોટલ સહેલાઈ થી મળતી હોવાથી નશેડીઓ બિન્દાસ્ત બન્યા છે મેઘરજ નગરમાં રાત્રિનો સમય થતાની સાથે બજારમાં આવેલી કેટલીક દુકાનો આગળ અસામાજીક તત્વો અડ્ડો જમાવી દારૂની મહેફિલ માણી દારૂ અને બીયરની બોટલો દુકાનો બહાર નાખી જતા રહેતા હોવાથી વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મેઘરજ પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી ખુલ્લેઆમ દારૂની મહેફીલ જમાવતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ વેપારીઓ અને નગરના જાગૃત નાગરિકોમાં ઉઠી છે
અરવલ્લી જીલ્લાના મેઘરજમાં દારૂની રેલમછેલ થતી હોવાનો મહત્વનો પુરાવો સામે આવ્યો છે અને પોલીસનો કોઈ ડરજ ન હોય તેમ મેઘરજના કેટલાક શોપીંગ સેન્ટરો અસામાજીક તત્વોનો અડ્ડો બન્યા છે ત્યારે સાંજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરે જાય છે ત્યારબાદ રાત્રીના સમયે કેટલાક અસામાજીક તત્વો છેલ્લા કેટલાય દિવસથી મેઘરજના શોપિંગ સેન્ટરોના પ્રથમ માળે બંધ દુકાનો આગળ બેસી દારૂની મહેફિલ માણે છે અને મહેફિલ માણ્યા બાદ મોંઘી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો,પાણીની બોટલો,ગ્લાસ અને નાસ્તાનો કચરો વેપારીઓએ દૂકાન આગળ કચરો નાખવા માટે મુકેલ ડસ્ટબીનમાં નાખતા અસામાજીક તત્વોની દારૂની મહેફિલોથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને કચરાનો નિકાલ કરતા પણ શરમ સંકોચ અનુભવી રહ્યા છે ત્યારે મેઘરજ પોલીસ ધ્વારા રાત્રીના સમયે શોપીંગ સેન્ટરોમાં તપાસ હાથ ધરી દારૂની મહેફિલ માણતા દારૂડીયાઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વેપારીઓમાં માંગ ઉઠી છે. દિલીપ પુરોહિત બાયડ