રાત્રે બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી
અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું હતું. જેના બાદ અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જાેકે, બાદમાં એએમસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ વાત માત્ર અફવા છે. ૭.૩૦ વાગે અમદાવાદમાં ખાણીપીણી બંધ કરી દેવાનો કોઈ આદેશ એએમસીએ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાં જ યુનિટ બંધ કરાવી દેવાય છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થતાં એએમસી સક્રિય થયું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. અમદાવાદની ખાણી પીણી બજાર અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે તપાસ કરાઈ છે. અમદાવાદમાં જે ખાણીપીણીના સેન્ટર પર ગાઈડલાઈનનો ભંગ જણાય તો યુનિટ બંધ કરી દેવાની મૌખિક સૂચના અપાઈ છે.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં તપાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે એએમસીની ઓચિંતી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સીજી રોડ, લો ગાર્ડન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કેટલાય વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. વેપારીઓમાં ખાણીપીણીની બજારો બંધ કરાય છે તેવી અફવા ફેલાઈ હતી.
જાેકે, આ વાતનો બાદમાં એએમસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રાત્રે ખાણીપીણી બજાર અને રેસ્ટોરેન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો યુનિટ બંધ કરાવવાની મૌખિક સૂચના આપી દેવાઈ છે. જાેકે, અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત માત્ર અફવા હોવાનું સામેઆવ્યું છે. સાંજે ૭.૩૦ વાગે બજારો બંધ કરી દેવું એવો કોઈ આદેશ એએમસીએ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાંજ યુનિટ બંધ કરાવી દેવાય છે. કોરોના સંક્રમણ વધ્યું, પણ બજાર બંધ કરવાની કોઈ વાત નથી.
આ વિશે એએમસીના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્ફ્યૂનો સમય વધારવાનો કોઈ આદેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે ૮ વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે. અમદાવાદ શહેરમાં ફરી કોરોના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. એએમસી દ્વારા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની નવી યાદી જાહેર કરાઈ છે.
જેમાં વધુ ૯ વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ કરાયા છે. અગાઉના ૪ વિસ્તારો દૂર કરવામાં આવ્યા છે. શહેર માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા ૫૦ થઈ છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં બંધ કરી દેવાયેલા વોર્ડ ફરી ખોલવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ ૩૦૦ જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.