રાત્રે બન્યું કંઈક એવું કે ૭માંથી ૬ સભ્યોના મોત થઈ ગયા
મુંબઇ: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જનરેટરના ધૂમાડાથી એક જ પરિવારના ૬ લોકોના મોત થઈ ગયા છે. મળતી જાણકારી પ્રમાણે જનરેટરના ધૂમાડાના કારણે શ્વાસ રૂંધાતા તેમના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ૭ લોકો ઊંઘી રહ્યા હતા, જેમાંથી ૬ લોકોના મોત થઈ ગયા છે. પોલીસે મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે વીજળી ગયા બાદ ડીઝલ જનરેટર ચાલૂ કરવામાં આવ્યું. એક સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘરમાં ઊંઘી રહેલા તમામ ૭ સભ્યોને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આમાંથી ૬ લોકોને હૉસ્પિટલ પહોંચાડવા પર મૃત જાહેર કરવામાં આવ્યા
જ્યારે એક સભ્યની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના ચંદ્રપુરના દુર્ગાપુરમાં કોન્ટ્રાક્ટર રમેશ લશ્કરના ઘર પર બની.
કહેવામાં આવ્યું કે, જનરેટરથી અચાનક કાર્બન મોનોક્સાઇડ ગેસ નીકળવાનું શરૂ થઈ ગયું. જ્યારે આ ઘટના બની ત્યારે આખો પરિવાર ઊંઘી રહ્યો હતો. વેન્ટિલેશન ના હોવાના કારણે થોડીકવારમાં જ શ્વાસ રૂંધાવાના કારણે ૬ લોકોના મોત થઈ ગયા. પાડોશીઓએ પરિવારના તમામ સભ્યોને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરાવ્યા. ત્યાં ૬ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતકોની ઓળખ અજય લશ્કર (૨૧), રમેશ લશ્કર (૪૫), લખન લશ્કર (૧૦), કૃષ્ણા લશ્કર (૮), પૂજા લશ્કર (૧૪) અને માધુરી લશ્કર (૨૦) તરીકે થઈ છે.