રાત્રે મોબાઈલ હાથમાં પકડી સુવાની આદત છે, તો જાણી લો આ ગંભીર રોગોને આમંત્રણ આપી રહ્યા છો
જ્યારે ઘણાં લોકો રાત્રે મોબાઈલ પકડવાનું ફાવે એવી સ્થિતિમાં સુવાની ટેવ હોય છે. ઘણી વખત તેમને એ સ્થિતિમાં જ નીંદર પણ આવી જાય છે. આમ ખોટી રીતે સુવાથી પણ હાથ-પગ કે શરીરના અન્ય ભાગમાં લોહી ન પહોંચવાથી તે ભાગમાં ખાલી ચડી જાય છે. બહેતર છે કે રાત્રે સુવા જાઓ ત્યારે મોબાઈલ એક બાજુએ મૂકી દેવામાં આવે.
એવું પણ નથી કે માત્ર રાત્રે અયોગ્ય પોશ્ચરમાં સુવાથી આ સમસ્યા સર્જાય છે. આપણે ટ્રેન કે બસમાં પ્રવાસ કરતી વખતે નોંધીએ છીએ કે પ્રવાસીઓ લાંબા સમય સુધી હાથમાં એકજ સ્થિતિમાં મોબાઈલ પકડી રાખીને, માથું નીચે રાખીને વેબ સીરિઝ કે ફિલ્મો જાેયા કરે છે.
રસપ્રદ કન્ટેન્ટ જાેતી વખતે તેમને એ વાતનો ખ્યાલ નથી આવતો કે તેમણે ઘણીવારથી તેમના હાથ કે ગરદનની સ્થિતિ બદલી નથી. અને જ્યારે ત્યાં દુખાવો થાય કે તે ભાગમાં ખાલી ચડવા માંડે ત્યારે તેમને આ વાત ધ્યાનમાં આવે છે. વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘરમાં લેપટોપ રાખવા યોગ્ય ટેબલ ન હોય ત્યારે કે પછી ઘરમાં જ હોઈએ તેથી ગમે ત્યાં અને ગમે તે સ્થિતિમાં બેસીને કામ કરવાથી પણ હાથ-પગમાં ખાલી ચડી જાય છે.
શું તમારા હાથે-પગે વારંવાર ખાલી ચડી જાય છે ? તો આ ઉપાય અજમાવો
એક યુવાન છોકરી સવારના ઉઠી ત્યારે તેને માટે હાથ હલાવવાનું મુશ્કેલ બની ગયું હતું. તે ગભરાઈને મમ્મી પાસે દોડી ગઈ. તેના હાથની સ્થિતિ જાેઈને તેની મમ્મીને પણ આંચકો લાગ્યો. તે તરત જ તેને તબીબ પાસે લઇ ગઇ. શું તમારી સાથે પણ આવું થાય છે ? માત્ર હાથે-પગે જ નહીં, શરીરના અન્ય કોઈ ભાગમાં પણ તમને ખાલી ચડે છે ખરી ? તો તેને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવી નથી.
નિષ્ણાંતો કહે છે કે આધુનિક જીવનશૈલીમાં મોબાઈલ ઉપરાંત કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ જેવા અન્ય ઉપકરણોનો અમર્યાદિત ઉપયોગ અને તે ઓપરેટ કરવાની ખોટી રીતે ઉપરાંત શરીરમાં રહેલી પૌષ્ટિક તત્વોની ઊણપ પણ આવી સમસ્યા નોંતરે છે.
તેઓ વધુમાં કહે છે કે શરીરના કોઈપણ અંગ પર ખાલી ચડી જવા પાછવ ઘણાં કારણો હોઈ શકે. તેથી જાે આવું બને તો સૌથી પહેલાં વિટામીન બી-૧૨ની ઊણપ તો નથી ને તેની તપાસ કરાવી લેવી. સામાન્ય રીતે માંસાહાર કરનારાઓમાં વિટામીન બી-૧૨ની ઊણપ જાેવા નથી મળતી.
પરંતુ શાકાહારીઓના શરીરમાં જાે તેનો અભાવ જણાય તો તબીબનો સંપર્ક કરીને તેમની ભલામણ મુજબ તેની સપ્લીમેન્ટ્સ લેવાનું શરૂ કરી દેવું જાેઈએ. વિટામીન બી-૧૨ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્ત્વોની કમીને કારણે પણ હાથ-પગ સુઈ જવાની, એટલે કે તેમાં ખાલી ચડી જવાની સમસ્યા સર્જાઈ શકે. તેવી જ રીતે મધુપ્રમેહ, ઓટોમ્યિુન વ્યાધિઓમાં પણ આવા લક્ષણો જાેવા મળે છે.
વિટામીન બી-૧૨ની ઊણપ ન હોય તોય તમારા હાથે-પગે કે શરીરના અન્ય ભાગમાં ખાલી ચડતી હોય તો માનવું કે મોબાઈલતેમ જ અન્ય ઉપકરણોનો અમર્યાદિત અને અયોગ્ય રીતે કરાતો ઉપયોગ આ સમસ્યાનું મૂળ છે. સામાન્ય રીતે લોકો એક જ હાથમાં અને એક જ સ્થિતિમાં કલાકો સુધી મોબાઈલ પકડી રાખે છે.