Western Times News

Gujarati News

રાત્રે સાઈકલિંગ કરતાં ૧૫ જેટલા લોકોને પોલીસે ઝડપ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, વસ્ત્રાપુર પોલીસે બોડકદેવ, વસ્ત્રાપુર અને એસજી રોડ પર સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં તેમણે મોડી રાતે સાઈકલ ચલાવવા બહાર નીકળેલા ઓછામાં ઓછા ૧૫ લોકોને પકડ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નાઈટ કર્ફ્‌યૂ દરમિયાન લોકો સાઈકલ પર બહાર જઈ રહ્યા હોવાના અલગ-અલગ મેસેજ અમને કંટ્રોલ રૂમ તરફથી મળ્યા હતા.

તેથી, અમે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી અને તેમને પકડ્યા હતા.આ લોકોએ સામાન્ય રીતે તેવું બહાનું આપ્યું હતું કે, તેમણે કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું અને પોતાને ફિટ રાખવા માટે સાઈકલ ચલાવતા હતા.

પરંતુ વર્તમાન કોવિડ પરિસ્થિતિમાં અમે તેની મંજૂરી આપી શકીએ છીએ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, જાે તે લોકો તેમની ફિટનેસ વિશે જાગૃત હોત તો તેમણે નાઈટ કર્ફ્‌યૂ પહેલા સાઈકલિંગ અને વોકિંગ માટે જવું જાેઈતું હતું.

અગાઉ, શહેર પોલીસ કમિશનરે જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોવિડ ઉલ્લંઘનના કેસમાં કાર્યવાહી કરવા માટે પોલીસે માનવતાવાદી અભિગમ દાખવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.