રાત આખી શિકારની શોધમાં રહીને દિવસે આરામ કરતા
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાંથી કોપર વાયર તથા બ્રાસ ફીટીંગ ની વસ્તુઓની ચોરી ના ગુનામાં પોલીસે આરોપીને ઝડપીને ૫,૯૧,૦૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે જાેકે આરોપીની પૂછપરછ માં આ સિવાય અમદાવાદ શહેર સહિત અન્ય શહેર ના ગુનાઓ નો ભેદ પણ ઉકેલાઈ શકે છે.
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચોરીના બનાવવામાં પોલીસ આરોપીની શોધમાં હતી. તે દરમિયાન બતમી મળી હતી કે, આરોપી ગુનામાં ઉપયોગ કરવામાં આવેલી ઈકો ગાડી સાથે દેવતી સાણંદ રોડ પાસેથી પસાર થઈ રહ્યો છે. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે વિરેન્દ્રકુમાર પાલ અને અરવિંદ ઉર્ફે શીવો નિશાદ રાજ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેની પાસેથી પોલીસે કેબલ વાયર બ્રાસ ફીટીંગની વસ્તુઓ, ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઇકોગાડી, બે લોખંડની કોસ, એક ડિસમિસ, બે સેલોટેપ ત્રણ મોબાઈલ અને રોકડ રકમ સહિત ૫,૯૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓ કોપરના વાયરો તથા કોપર કે બ્રાસના સ્પેર પાર્ટ, કાપડ કે ગુટખા સીગારેટની દુકાનો અને ગોડાઉનનો શટર ઉંચા કરીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આ ઉપરાંત આ આરોપીઓએ છેલ્લા છ માસ દરમિયાન ધોળકા, બાવળા, વસ્ત્રાલ, રામોલ, ઉપલેટા, જેતપુર, રાજકોટ તથા મોરબી શહેરમાં અનેક જગ્યાએ રેકી કરી હોવાનું જાણવા મળ્યુ છે. જેથી પોલીસને આશંકા છે કે, આરોપીઓએ અહીં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોઇ શકે છે.
જાેકે, ચોંકાવનારી બાબત તો એ છે કે, આખી રાત શિકારની શોધમાં રહ્યા બાદ આરોપીઓ કોઇપણ અવાવરૂ જગ્યાએ ઇકો ગાડી પાર્ક કરી દેતા હતાં અને ત્યાં જ સુઇ જતાં હતાં. ચોરી કરેલ સામાન પણ પોતે ગાડીમાં જ રાખતા હતાં. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને આ સિવાય આરોપીઓએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS