મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છતાં વેતન ન મળતા કોન્ટ્રાકટ નહિ લંબાવાની સંચાલકની ચીમકી
ભરૂચનું એકમાત્ર કોવીડ સ્મશાન પુનઃ વિવાદમાં- માંગણીઓ નહીં સંતોષાય તો ૧૭મી સપ્ટેમ્બર બાદ કોન્ટ્રાકટ ન લંબાવવા ધર્મેશ સોલંકીએ પાલિકાને રજુઆત કરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ સ્થિત એકમાત્ર તંત્ર દ્વારા ઉભું કરાયેલું કોવીડ-૧૯ સ્મશાન હવે નાનું પાડવા લાગ્યું છે.પોઝિટિવ કેસની વધતી સંખ્યા સાથે કોવીડ સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક સ્તરે વધતા સ્મશાન નાનું પડી રહ્યું છે.એક દિવસમાં સ્મશાનમાં ૮ થી ૧૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર થતા જરૂર સામે માત્ર બે ચિતા અને નાનો શેડ હોવાથી સ્મશાન સંચાલક અને તેના કર્મચારીઓને તકલીફ પડી રહી છે.
તો ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તાર માં કોરોના પોઝિટિવ દર્દીઓ ના અંતિમ સંસ્કાર માટે સવાર ના ૭ થી સાંજ ના ૭ વાગ્યા સુધી નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.પરંતુ રોજ ના ૮ થી ૧૦ મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવતા અંતિમ સંસ્કાર રાત્રીએ ૧૨ થી ૧ વાગ્યા સુધી પણ ચાલતી હોવાના કારણે અને તે મુજબ નું વેતન ન મળતું હોવાના કારણે અંતિમ સંસ્કારનો કોન્ટ્રાકટ ૧૭ મી સપ્ટેમ્બર બાદ અન્યને સુપ્રત કરવા પાલિકા માં રજૂઆત કરી હતી.
https://westerntimesnews.in/news/61043
દેશભર માં કોરોના ની મહામારી સર્જાઈ હતી.જેના પગલે ભરૂચમાં પણ માર્ચ મહિના થી કોરોના પોઝિટિવનું ખાતું ખુલી ગયું હતું અને કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ વકર્યો હતો.જેના પગલે તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર દક્ષિણ છેડે કોવીડ ૧૯ સ્મશાન ઉભું કરાયું હતું.જેમાં માત્ર બે ચિતા જ હોવાના કારણે જે રીતે રોજ ૮ થી ૧૦ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે.જેના કારણે કેટલાય મૃતદેહોને ખુલ્લામાં લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે.
જેના કારણે જે મુજબ ભરૂચ નગર પાલિકા સાથે કરાર થયા હતા તે મુબજ શહેરી વિસ્તાર માં અનેક નગર પાલિકા ના હદ ના હોસ્પીટલો માં કોરોના અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સવાર થી ૭ થી સાંજ ના ૭ વાગ્યા સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવો કરાર થયો હતો.પરંતુ ભરૂચ જીલ્લા ના ૯ તાલુકા માંથી કોરોના અને શંકાસ્પદ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે.જેના કારણે રોજ ૮ થી ૧૦ મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા માટે મોડી રાત્રી એ ૧૨ થી ૧ વાગ્યા સુધી નો સમયગાળો લાગતો હોય અને તે મુજબ નું વેતન મળતું ન હોય અને અત્યાર સુધી માં ૨૧૫ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
પરંતુ જે મુજબની કામગીરી કરી રહ્યા છે તે મુજબ નું વેતન પણ મળતું નથી.જેના કારણે કોરોના પોઝીટીવ અને શંકાસ્પદ મૃતદેહોનો અંતિમ સંસ્કારનો કોન્ટ્રાકટ ૧૭મી સપ્ટેમ્બર અ રોજ પૂર્ણ થતો હોય જે વધુ લંબાવવા ઈચ્છતા ન હોવાના કારણે કોન્ટ્રાકટર પરત કરવા ધર્મેશ સોલંકી નગર પાલિકા દોડી આવી પોતાની વેદના ઠાલવી જણાવ્યું હતું કે સ્મશાનનો શેડ ખુબ નાનો છે અને માત્ર બે ચિતા છે ત્યારે બે થી વધુ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લવાય તો ખુલ્લા મેદાનમાં અંતિમક્રિયા કરવી પડે છે.સુવિધા વિના કરાતી અંતિમક્રિયાઓથી પીપીઈ કીટ ફાટવાનો અને અગ્નિદાહ માટે સમસ્યાઓ ઉભી થતી હોવાનો ભય ઉઠ્યો છે.જેથી ૧૭ તારીખે કોન્ટ્રાકટ પૂર્ણ થાય છે જે હવે હું એને લંબાવા માંગતો નથી.જ્યાં સુધી મારી માંગણીઓ સંતોષાય નહિ ત્યાં સુધી આ કામ હું હાથ પર લઉ નહિ અને આ કામ બંધ કરી દઈશ તેવી ચીમકી ઉચ્ચારી હતી.