રાધનપુર પોલીસે રાજસ્થાનથી કાઠિયાવાડ લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો
પાટણ: પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે રાજસ્થાનથી કાઠિયાવાડ લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે મહિન્દ્રા પીકઅપ ડાલામાંથી ૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી અને ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યાવહી કરી છે. બૂટલેગરોએ પોલીસથી બચવા દારૂની હેરફેરનો નવો કીમિયો અપનાવ્યો હતો. જાેકે, પોલીસે આ કીમિયો નિષ્ફળ બનાવી દીધો છે.
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તેમ છતાં બુટલેગરો અવનવા કિમીયા અપનાવી પોલીસ ને ચકમો આપી ને અન્ય રાજ્ય માંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે કયારેક બુટલેગરો દારૂ ને હેરાફેરી માં સફળ થતા હોય છે, તો પોલીસ પણ ચાંપતી વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા દારૂ ભરેલ વાહનો પકડી બુટલેગરને જેલ ને હવાલે કરતી હોય છે.
દરમિયાન પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે પિકઅપ ડાલામાં તરબૂચની આડ માં લઇ જવાતો ભારતીય બનાવટના દારૂ સાથે ચાર ઇશમોને ઝડપી લીધા છે. દારૂની હેરાફેરી કરવામાટે બુટલેગરો અવનવી ટ્રિક અપનાવી રહ્યા છે તયારે રાધનપુર પોલીસ ની હદ માં થરા હાઇવે પરથી પિકઅપ ડાલામાં તરબૂચની આડમાં રાજસ્થાનથી કાઠિયાવાડ ભારતીય બનાવટ નો દારૂ લઈ જવાતો હતો.
બૂટલેગરોએ પિકઅપ ડાલામાં તરબૂચની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો અને આ જથ્થોન રાજસ્થાનથી કાઠિયાવાડ લઈ જવાતો હતો. તે દરમિયાન રાધનપુર પોલીસે બાતમીને આધારે આ ડાલાને ઝડપી લીધું છે.
રાધનપુર પોલીસે દારૂનો જથ્થો તેમજ પિકઅપ ડાલા સાથે કુલ ૫લાખ ૨૫હજાર ના મુદ્દા માલ સાથે ચાર આરોપી ને ઝડપી લીધા છે અને દારૂની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ કર્યો છે. જાેકે, આ શખ્સો અગાઉ પણ આ પ્રકારે હેરફેરમાં શામેલ હતા કે કેમ અને તેઓ કોની પાસેથી આ દારૂ મેળવી અને કોને આપવાના હતા વગેરે જેવી માહિતીઓ પોલીસ તપાસના અંતે સામે આવશે.