રાધિકા સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે ઉભરી
મુંબઇ, બોલિવુડમાં અનેક નવી સ્ટાર પૈકી સેક્સી સ્ટાર રાધિકા પણ અલગ રીતે જ તરી આવે છે. રાધિકા આપ્ટે બોલિવુડમાં સૌથી કુશળ અભિનેત્રી પૈકી એક તરીકે ગણવામાં આવે છે. બોલિવુડમાં સારા નિર્માતા નિર્દેશકો પણ માને છે કે રાધિકા એકમાત્ર એવી અભિનેત્રી છે કે કોઇ પણ પ્રકારના ગ્લેમર અને ગ્લેમર વગરના રોલ સારી રીતે અદા કરી શકે છે. તેની એક્ટિંગ કુશળતાની નોંધ તો ફિલ્મી ચાહકો પહેલાથી જ અનેક ફિલ્મમાં લઇ ચુક્યા છે. તે સમાજના જુદા જુદા મુદ્દા પર પણ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતી રહી છે. વર્ષ ૨૦૧૫માં અનુરાગ કશ્યપની ફિલ્મને લઇને ક્લિપ ખુબ વાયરલ થઇ હતી. જેમાં રાધિકા આપ્ટે ન્યુડ નજરે પડે છે.
આ વિડિયો સોશિયલ મિડિયા અને વોટ્સ એપ પર વાયરલ થયા બાદ તેની ચર્ચા રહી હત. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં રાધિકાની ફિલ્મ પાચર્ડમાંથી પણ એક સેક્સી સીનની ચર્ચા રહી હતી. જેમાં તેની સાથે આદિલ હુસૈન હતો. અલબત્ત રાધિકા આપ્ટે આ વિવાદાસ્પ નિવેદનને લઇને વધારે મહત્વ આપતી નથી. તેનુ કહેવુ છે કે આના કારણે તેમની ફેમિલી પર કોઇ અસર થતી નથી. હાલમાં રાધિકાએ કહ્યુ હતુ કે તે આ પ્રકારની ક્લિપોને લઇને કોઇ ટેન્શન કરતી નથી. પરંતુ આવા સીનના કારણે તે વધારે સારી એક્ટિંગ કરી શકી છે. હાલમાં રાધિકા આપ્ટે અંધાધુંધ નામની ફિલ્મમાં દેખાઇ હતી. જેમાં તેની સાથે આયુષ્માન ખુરાના હતો. વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી તબ્બુ પણ આ ફિલ્મમાં તેની સાથે હતી. રાધિકા આપ્ટે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે પરંતુ તે આ પ્રકારની ઇમેજને લઇને બિલકુલ પરેશાન રહેતી નથી. કારણ કે તે માત્ર એક્ટિંગ કુશળતા પર હાલમાં ધ્યાન આપવા માટે ઇચ્છુક છે.