Western Times News

Gujarati News

રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયુ

મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જાેવાઈ રહી હતી તે ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ગુરુવારે (૨૨ એપ્રિલ) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાનની આ ફિલ્મના ટ્રેલરમાં એ બધું જ છે જે ભાઈના ફેન્સને તેની તરફ આકર્ષે છે. ફરી એકવાર સલમાન ખાનનો અંદાજ ફેન્સના દિલ જીતી લેશે તે નક્કી છે. સલમાન ખાને ફેન્સને વચન આપ્યું હતું કે, ફિલ્મ ૧૩ મે ૨૦૨૧ના રોજ ઈદના દિવસે રિલીઝ થશે અને તેણે વચન પાળ્યું છે. ૧૩ મેના રોજ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ટ્રેલર જાેતાં તો લાગી રહ્યું છે કે, ‘વોન્ટેડ’ની આ સીક્વલથી ફરીવાર સલમાન ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી કરશે.

રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી હતી. પ્રભુદેવાએ જ વોન્ટેડનું ડાયરેક્શન કર્યું હતું. રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં સલમાન ખાન ઉપરાંત દિશા પટણી, રણદીપ હુડા, જેકી શ્રોફ, ગૌતમ ગુલાટી અને ગોવિંદ નામદેવ છે. ફિલ્મમાં જેક્લીન ફનાર્ન્ડિઝનું એક આઈટમ સોન્ગ પણ છે, જેની ઝલક ટ્રેલરમાં જાેવા મળે છે. જણાવી દઈએ કે, સલમાન ખાન ૧૨ વર્ષ બાદ વોન્ટેડના રાધેવાળા અવતારમાં જાેવા મળ્યો છે. ટ્રેલર જાેતાં જ ૨૦૦૯ની ફિલ્મ ‘વોન્ટેડ’ની યાદ તાજી થઈ જાય છે.

‘વોન્ટેડ’માં સલમાન ખાન અંડર કવર સુપર કૉપમાં હતો. આ વખતે પણ સલમાન ફરી ધમાલ મચાવશે અને ઈદ પર ફેન્સને
જલસો કરાવી દેશે. આ ફિલ્મમાં પણ ફરી એકવાર સલમાનનો પોપ્યુલર ડાયલોગ ‘એક બાર જાે મેંને કમિટમેન્ટ કર દી સાંભળવા મળશે. સલમાન ખાને ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. ૧૩ મેના રોજ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ થિયેટરની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થવાની છે.

આ ઉપરાંત વિવિધ ડીટીએચ પ્લેટફોર્મ પર પણ દર્શકો જાેઈ શકશે. પે પર વ્યૂના આધારે ફિલ્મ જાેઈ શકાશે. મતલબ કે, તમારે જેટલીવાર ફિલ્મ જાેવી હશે તેટલીવાર રૂપિયા ચૂકવવા પડશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ રકમ ૧૫૦થી ૩૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.