Western Times News

Gujarati News

રાધેની મજાક બદલ કમાલ ખાન સામે સલમાને કેસ કર્યો

ફિલ્મના રિવ્યુથી સલમાન નારાજ હોઈ કમાલ ખાનની હવે પછી ક્યારેય અભિનેતાની ફિલ્મનો રિવ્યુ ન કરવાની જાહેરાત

નવી દિલ્હી,  ફિલ્મ રાધે રિલિઝ થયા બાદ લોકોએ તેની સોશિયલ મીડિયા પર ભરપેટ મજાક ઉડાવી હતી. નબળી પટકથાના કારણે વિવેચકો તરફથી પણ તેને ખાસ આવકાર મળ્યો નહોતો. જાેકે આંકડાના હિસાબે જાેવામાં આવે તો પેપર પર વ્યૂ પ્લેટફોર્મ થકી રિલિઝ થયેલી ફિલ્મની કમાણી સારી હોવાનો દાવો કરવામાં આવે છે

પણ ફિલ્મની મજાક ઉડાવવાનુ હજી પણ ચાલુ છે. જાેકે તેમાં ક્રિટિક અને એકટર કમાલ ખાન ફસાઈ ગયો છે. કમાલ ખાને આ ફિલ્મની મજાક ઉડાવ્યા બાદ સલમાખાનની લિગલ ટીમે તેની સામે માનહાનિનો કેસ કર્યો છે.

ખુદ કમાલ ખાન એટલે કેઆરકેએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, રાધેના રિવ્યૂ માટે સલમાને મારી સામે માનહાનિનો કેસ કર્યો છે પણ હવે હું સલમાનખાનની કોઈ ફિલ્મનો રિવ્યૂ નહીં કરુ. હું પહેલા પણ કહી ચુકયો છુ કે, કોઈ પ્રોડયુસર અને એક્ટર મને ના પાડશે તો હું તેની ફિલ્મની સમીક્ષા નથી કરવાનો. સલમાનખાને મારા માટે કેસ કર્યો છે. જેનો મતલબ છે કે, તે મારા રિવ્યૂથી ખુશ નથી. એટલે હું હવે તેની ફિલ્મનો ક્યારેય રિવ્યૂ નહીં કરુ.

જાેકે રાધે જ નહીં આ પહેલા રિલિઝ થયેલી રેસ ૩, ભારત અને દબંગ ૩માં દર્શકોને સલમાનની સ્ટાઈલ એક જ પ્રકારની લાગી હતી. એ પછી રાધેની પણ આ જ પ્રકારની સરખામણી થઈ રહી છે. ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટાણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.