Western Times News

Gujarati News

રાધે ગ્રુપની અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગરની ૩૪ પ્રિમાઇસિસ પર દરોડા

ઇનકમ ટેક્સનું મેગા ઓપરેશન

ઇમકમ ટેક્સની ટીમે પહેલા મોરબીની બે મીલમાં દરોડા પાડીને કરોડોની કરચોરી શોધી કાઢી હતી

નવી દિલ્હી,
ઇનકમ ટેક્સની ટીમે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળે દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી છે. મૂળ મહેસાણાના ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત ગ્રુપની અમદાવાદ ખાતેની ઓફિસ અને સાઇટો મળીને કુલ ૨૫ પ્રિમાઇસીસ પર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ તપાસનો રેલો અન્ય બિલ્ડરો સુધી પણ પહોંચે તેવી સંભાવના છે. આયકર વિભાગની ટીમે મોરબીની તીર્થક અને સોહમ મીલ પર દરોડા પાડીને તપાસ કરી હતી. જેનું કનેક્શન બિલ્ડર ગ્રુપ સાથે હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આયકર વિભાગના દોઢસોથી વધુ અધિકારીઓ વહેલી સવારથી મોટા પ્રમાણમાં સુરક્ષા એજન્સીઓની ટીમ સાથે જુદી જુદી પ્રિમાઇસીસ પર ત્રાટક્યા હતા.

પ્રાથમિક તપાસમાં આ ગ્રુપના મહેન્દ્ર પટેલની કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવી છે.ઇનમક ટેક્સના અધિકારીઓ દ્વારા અમદાવાદના એસજી હાઇવે પર બની રહેલા હાઇરાઇઝ બિલ્ડિંગના બિલ્ડર ગ્રુપ રાધે, ટ્રોગોન અને ધરતી સાકેતના આર્થિક વ્યવહારો પર વોચ હતી. આ ગ્રુપની મોટા ભાગની સાઇટ એસજી હાઇવે અને વૈષ્ણોદેવી સર્કલ આજુબાજુ ચાલી રહી છે. ત્રણેય ગ્રુપ પરસ્પર સંકળાયેલા છે. જેમની અમદાવાદ ઉપરાંત ગુજરાતભરમાં ઓફિસો કાર્યરત છે.ઇમકમ ટેક્સની ટીમે પહેલા મોરબીની બે મીલમાં દરોડા પાડીને કરોડોની કરચોરી શોધી કાઢી હતી. બીજી તરફ આ મીલ સાથે જોડાયેલા ત્રણ બિલ્ડર ગ્રુપની ઓફિસોમાં પણ દરોડાની તૈયારી કરવામાં આવી હતી.

આયકર વિભાગના અધિકારીઓએ બિલ્ડરની ઓફિસો ઉપરાંત તેમના ઘર અને સાઇટ પર તપાસ કરી રહી છે. ઓફિસોમાંથી ઘણી ફાઇલો, ચિઠ્ઠીઓ ડાયરીઓ અને દસ્તાવેજો મળ્યા છે. અધિકારીઓને ડિજિટલ ડેટા પણ મળ્યા છે. તેની મિરર ઇમેજ લઇને તેની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાની કરચોરીની વિગતો સામે આવી છે.લાંબા સમયથી અમદાવાદ સહિત રાજ્યભરના મોટા શહેરોમાં બિલ્ડર ગ્રુપ દ્વારા મોટા પ્રોજેક્ટ કરાયા હતા. જમીનની ખરીદી અને પ્રોપર્ટીના વેચાણમાં પણ ઘણા હિસાબી ગોટાળા કરવામાં આવ્યા હતા.

જે તમામ આર્થિક બાબતોનો અધિકારીઓ દ્વારા અભ્યાસ કરાયા બાદ રેડ કરવામાં આવતાં બિલ્ડર ગ્રુપના ખેલ ખુલ્લા પડી રહ્યા છે. મહેસાણામાં બિલ્ડરની ઓફિસો પર ઇનકમ ટેક્સના દરોડા પાડતાં અન્ય કરચોર બિલ્ડરો પોતાની ઓફિસો બંધ કરીને ભાગી ગયા હતા.આઈટીના અધિકારીનો મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળતા તેની તપાસ માટે વધુ ટીમો જોડાય તેવી સંભાવના છે. વહેલી સવારથી અમદાવાદમાં પણ દરોડા પડતાં અન્ય બિલ્ડરો પણ દોડતા થઇ ગયા છે. ઇનકમ ટેક્સ વિભાગે ટાર્ગેટ પૂરો કરવા માટે માત્ર બિલ્ડરો જ નહિ, પરંતુ વેપારીઓ, જ્વેલર્સ અને ઇન્વેસ્ટર્સનું લિસ્ટ તૈયાર કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.