Western Times News

Gujarati News

રાધે ઢોકળા પરથી મંગાવેલી પનીરની સબજીમાંથી નીકળ્યો વંદો

સુરત, ખાવા પીવાનાં શોખીન સુરતી લાલાને બજારથી સબજીઓર્ડર કરવી ખુબજ મોંઘી પડી છે. તેમનાં સ્વાસ્થ્ય સાથે ચેડા થયાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતનાં નાનપુરામાં રાધે ઢોકળાની દુકાન પરથી એક પરિવારે શાક પાર્સલ કરાવ્યું હતું. આ પનીરની સબજીમાંથી વંદો નીકળ્યો હતો જે બાદ મહિલાએ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરને આ મામલે ફરિયાદ કરી છે ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા

અને અધિકારીઓ દ્વારા દુકાનમાંથી બે શાકના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા તેમજ અધિકારીઓએ દુકાનદારોને નોટીસ ફટકારી છે. જ્યાં સુધી આ ફૂડનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી દુકાન બંધ રાખવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

સોમવારે રાત્રે નાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા સાથે આ ઘટના બની હતી પણ મહિલાએ મોડી ફરિયાદ કરી હોવાના કારણે ઘટના બન્યાનાં બે દિવસ બાદ કાર્યવાહી થઈ છે. પાલિકાએ રાધે ઢોકળાની નાનપુરા સહિતની અન્ય દુકાનોમાં પણ તાપસ શરૂ કરી છે.

આ મામલે સુરત પાલિકાનાં ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાળુકેએ જણઆવ્યું છે કે, ફરિયાદ મળતાં ફૂડ વિભાગની ટીમ પહોંચી હતી. ફરિયાદના આધારે તત્કાળ દુકાન બંધ કરાવી સાફસફાઇ કરવા સુચના આપવામાં આવી છે.

આ સંદર્ભે દુકાનદારને નોટીસ ફટકારી છે. જ્યારે ૨ શાકના સેમ્પલ લઇ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યાં છે. તપાસના અંતે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. પાલિકાની ટીમ દ્વારા નાનપુરા સિવાય રાધે ઢોકળાની અન્ય બ્રાંચ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંથી પણ શાકના સેમ્પલ લેવાયા છે.

ખાવા-પીવાની દુકાન ઉપર પહેલી વખત આ પ્રકારની ઘટનાા બની નથી તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવે છે પણ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતી હોવાથી આવા દુકાન માલિકો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે પંચ તંત્ર દ્વારા આવાં દુકાનો માલિકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.