રાની મુખર્જીએ ધૂમધામથી પોતાનો બર્થ ડે ઉજવ્યો
મુંબઇ, આજે બોલીવુડની રાણીનો જન્મ દિવસ છે. અમે વાત કરી રહ્યાં છીએ લાખો દિલોની ધડકન એવી રાની મુખર્જીની. ફેશન વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં અભિનેત્રી તરીકે કરિયર બનાવવું અને પછી પોતાની જાતને આ ઈન્ડસ્ટ્રીમાં ટકાવી રાખીને હીટ થવું એ કોઈ સામાન્ય બાબત નથી.
જાેકે, આ બધું જ જેણે ખુબ સરળતાથી કરી લીધું એ છે બોલીવુડની રાણી એટલેકે, રાની મુખર્જી. ફેશન, મોડેલિંગ અને ફિલ્મોમાં એન્ટ્રી લેવા માટે પરફેક્ટ ફિગર, સારો આવાજ, સારો દેખાવ અને સૌથી વિશેષ સારી હાઈટ હોવી જાેઈએ. સ્ત્રીઓ માટે આવી એક ઓવરઓલ ધારણા જે મહદઅંશે સાચી ઠરે છે તે ફિક્સ છે.
આ બધાને દરકિનારે કરીને એક બંગાળી છોકરીએ બોલીવુડમાં પોતાના નામની બોલબાલ ઉભી કરી દીધી તે બીજું કોઈ નહીં પણ રાની મુખર્જી છે. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક રહી છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી તેણે દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી.
રાની મુખર્જીએ તેના વ્યાવસાયિક જીવન તેમજ અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સ બનાવી. આજે પણ આદિત્ય ચોપરા સાથેની તેની લવ સ્ટોરી લોકોના જીભ પર છે. પરંતુ, ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી રાણી એક સમયે ફિલ્મી દુનિયાથી ખુબ દૂર ભાગતી હતી એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે.
અભિનય અને ફિલ્મો ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી. ભલે રાની ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માંગતી ન હતી, પરંતુ તેના નસીબને કંઈક બીજું જ સ્વીકારવાનું હતું. તે ફિલ્મોમાં આવી અને દર્શકોના દિલો પરરાજ કરવા લાગી. વાસ્તવમાં, રાની પહેલા ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી.
પરંતુ, તેના પિતાના કારણે તે ફિલ્મોનો ભાગ બની. રાની મુખર્જીની પ્રથમ હિન્દી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ હતી, પરંતુ તે પહેલા તે અભિનયની શરૂઆત કરી ચૂકી હતી. રાની મુખર્જીએ બંગાળી ફિલ્મ ‘બિયાર ફૂલ’થી અભિનયની શરૂઆત કરી હતી.
આ બંગાળી ફિલ્મ રાની મુખર્જીના પિતાએ ડિરેક્ટ કરી હતી. જેમાં અભિનેત્રીએ પ્રોસેનજીત ચેટર્જી સાથે સ્ક્રીન શેર કરી હતી. આ પછી રાની મુખર્જીને ‘રાજા કી આયેગી બારાત’માં જાેયા બાદ તેને એક પછી એક ફિલ્મોની ઓફર મળવા લાગી. જે પછી તે ગુલામ, કુછ કુછ હોતા હૈ, હેલો બ્રધર, મન, બિચ્છુ, હર દિલ જાે પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી.
રાની મુખર્જીનો જન્મ ૨૧ માર્ચ ૧૯૪૯ માં કોલકાતામાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામ મુખર્જી ડિરેક્ટર રહી ચૂક્યા છે અને માતા ગાયક છે. તેનો ભાઈ રાજા પણ એક ફિલ્મ ડિરેક્ટર છે.SSS