રાની મુખર્જીના કો-સ્ટાર ફરાઝ ખાનનુ લાંબી બીમારી બાદ નિધન
મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના કો સ્ટાર અને અભિનેતા ફરાઝ ખાન આખરે જિંદગી સામેનો જંગ હારી ગયા છે. બોલીવૂડ અભિનેતાએ બેંગ્લોરની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા.બ્રેન ઈન્ફેકશનના પગલે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.જોકે આજે તેમનુ નિધન થયુ હતુ.ફરાઝ ખાનને રાની મુખર્જીની સાથેની ફિલ્મ મહેંદીથી ઓળખ મળી હતી.
નિર્માતા પૂજા ભટ્ટે તેમના નિધનની જાણકારી આપીને કહ્યુ હતુ કે, ફરાઝ ખાન આપણને છોડીને જતા રહ્યા છે અને કદાચ તે જગ્યા આપણે રહીએ છે તેના કરતા સારી છે.તેમને જ્યારે જરુર હતી ત્યારે શુભકામનાઓ અને મદદ કરવા બદલ તમામનો આભાર.50 વર્ષીય અભિનેતાને સારવાર માટે પણ આર્થિક મદદની જરુર પડી હતી.ફરાઝના ભાઈએ અપીલ કર્યા બાદ અભિનેતા સલમાનખાને મદદ કરીને સારવારનો ખર્ચો પણ આપ્યો હતો.
ફરાઝ પર ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા.જોકે બ્રેઈન ઈનફેકશનની સાથે સાથે ફરાઝ ખાનને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો.જેના કારણે તેમની તબિયત બગડતી ગઈ હતી.ડોક્ટરોના અથાક પ્રયાસ પછી પણ અભિનેતાને બચાવી શકાયા નથી.
ફરાઝે ફરેબ, દુલ્નહ બનુ મેં તેરી, લવ સ્ટોરી, દિલને ફીર યાદ કિયા જેવી ફિલ્મો અને કેટલીક ટીવી સિરિયલમાં પણ કામ કર્યુ હતુ.