રફાલ ફાઈટર સોદાના મુદ્દે કોઈ તપાસ નહી થાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદો આવવાનો હોવાથી સવારથી જ તમામની નજર મુખ્યત્વે રફાલ સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ પીટીશનના ચુકાદા પર મંડાયેલી હતી આજે સવારે સબરીમાલાના કેસ બાદ રફાલ સોદાની સુનાવણી શરૂ થઈ હતી.
સુપ્રીમ કોર્ટની ત્રણ જજાની બેંચે ચુકાદો આપ્યો હતો કે રફાલ સોદામાં સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલો ચુકાદો યોગ્ય ઠેરવી પુનઃ વિચાર પરની અરજીઓને ફગાવી દીધી હતી. રફાલના મુદ્દે સુપ્રીમ કોર્ટની ત્રણ જજાની બેંચે આપેલા ચુકાદાથી મોદી સરકારની મોટી જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા ચુકાદા સામે ત્રણ વ્યÂક્તઓએ રિવ્યુ પીટીશન કરી હતી જે પર આજે ચુકાદો આવ્યો હતો.
કેન્દ્ર સરકારે રફાલ ફાઈટર વિમાન ખરીદીના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી આ મુદ્દે બંને પક્ષો વચ્ચે જારદાર દલીલો થઈ હતી અને દલીલો બાદ સુપ્રીમ કોર્ટે અગાઉ ચુકાદો આપ્યો હતો કે રફાલ સોદામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને તેમાં કોઈ તપાસની જરૂર પણ નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સામે પ્રશાંત ભુષણ, યશવંતસિંહા સહિત ત્રણ વ્યÂક્તઓએ રિવ્યુ પીટીશન દાખલ કરી હતી અને ફેર વિચારણા કરવા જણાવાયું હતું આ ત્રણેય વ્યÂક્તઓની રિવ્યુ પીટીશન દાખલ થતા જ કોર્ટમાં ફરી વખત દલીલો થઈ હતી.
સુપ્રીમ કોર્ટના ત્રણ જજાની બેંચને આ કેસ સોંપવામાં આવ્યો હતો અને ત્રણેય જજાની બેંચ સમક્ષ દલીલો થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. અગાઉથી કરાયેલી જાહેરાત મુજબ આજે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો હતો જેના પગલે દેશભરના લોકોની નજર સુપ્રીમકોર્ટ પર મંડાયેલી હતી આજે સવારે સુપ્રીમમાં સુપ્રીમ ચુકાદાઓ આવવાના હોવાથી કોર્ટમાં પણ ભારે ચહલપહલ જાવા મળતી હતી.
રાફેલ સોદામાં સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજુઆતના પગલે દેશભરમાં ભારે સનસનાટી મચી ગઈ હતી જાકે સરકારે આ સોદાની સંપૂર્ણ હકીકત કોર્ટ સમક્ષ રજુ કરી દીધી હતી અને સુપ્રીમે અગાઉ આ કેસમાં કોઈ ભ્રષ્ટાચાર નહી થયો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારબાદ રિવ્યુ પીટીશન થતાં ત્રણ જજા બેંચ સમક્ષ રજુઆતો થઈ હતી.
અને ત્યારબાદ આજે સવારે મહત્વપૂર્ણ આ કેસમાં ચુકાદો સંભળાવવાની શરૂઆત થતા જ કોર્ટ સંકુલમાં ઉત્તેજનાનો માહોલ જણાતો હતો ત્રણેય જજાએ વારાફરતી પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો
આ ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે રાફેલ સોદામાં સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા ચુકાદામાં પુનઃ વિચાર કરવાની કોઈ જ જરૂર નથી અને તે ચુકાદો યોગ્ય છે તેથી તમામની અરજીઓ રદ કરી નાંખવામાં આવે છે. જાકે જસ્ટીસ જાસેફે એકમાત્ર જજની ટીપ્પણી થોડીક જુદી પડતી હતી તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ કેસમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તો કોર્ટ તેને રોકી શકશે નહી જયારે બાકીના બંને જજાએ આ કેસમાં તપાસની કોઈ જરૂર નહી હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુપ્રીમકોર્ટના આ ચુકાદાને વ્યાપક આવકાર મળ્યો હતો અને ભાજપમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. રાફેલ કેસમાં ત્રણ જજાને બેંચે ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુપ્રીમ તેના અગાઉના ચુકાદાને યથાવત રાખે છે તેથી એફઆઈઆર કે કોઈ નવી તપાસ જરૂરી નથી. સીબીઆઈની તપાસની માંગ પણ ફગાવી દેવામાં આવી હતી. ભ્રષ્ટાચાર થયાની વાત સર્વાનુમતે ફગાવી દેવામાં આવી હતી.