રાફેલના કારણે ચીની કેમ્પમાં ભૂકંપ, સરહદ પર તમામ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમઃ IAF
નવી દિલ્હી, ભારતીય વાયુ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ગુરૂવારના રોજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મતદભેદ અને સેનાની તૈયારી પર નિવેદન આપ્યું છે.
સમાચાર એજન્સી ANI અનુસાર વાયુ દળના વડા આરકેએસ ભદૌરિયાએ કહ્યું ભારત અને ચીન સાથે વાતચીત ચાલી રહી છે. સરહદ પર જેટલા સૈનિકની જરુર છે અમે તૈનાત કર્યાં છે. અમારી તરફથી વાતચીત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો નવી સ્થિતિ ઊભી થઇ તો અમે તૈયાર છીએ.
રક્ષા બજેટ પર તેમણે કહ્યું કે ખર્ચમાં (20 હજાર કરોડ)નો વધારો સરકારનું મોટુ પગલું છે. ગત વર્ષે પણ (20 હજાર કરોડ)નો વધારો કરવામાં આવ્યો હતો. તેનાથી સેનાની ત્રણેય પાંખને મદદ મળશે. બુધવારના રોજ એરો ઇન્ડિયા શોમાં સ્વદેશી નિર્માણમાં વધતી તાકાતને લઇને તેમણે પ્રશંસા કરી હતી.