રાફેલની પહેલી મહિલા પાયલોટ વારાણસીની શિવાંગી સિંહ હશે
વારાણસી, દેશના સૌથી તાકાતવર ફાઇટર વિમાન રાફેલના સ્કવાડ્રન ગોલ્ડ એરોમાં એક માત્ર અને પહેલી મહિલા ફલાઇટ લેફિનેંટ વારાણસીની શિવાંગી સિંહ સામેલ થઇ છે પુત્રીઓની સફળતા પર ફકત ધરવાળા જ નહીં પરંતુ સમગ્ર શહેરને ગર્વ છે. વારાણસીના ફુલવરિયા ખાતે શિવાંગીના ઘર પર પડોસીઓ અને બાળકો એકત્રિત થયા હતાં અને પરિવારની સાથે ખુશીઓ મનાવી હતી.
ટુર એન્ડ ટ્રાવેલનું કામ કરનારા પિતા કુમારેશ્વરસિંહની મોટી પુત્રીએ વર્ષ ૨૦૧૭માં ઇતિહાસ રચ્યો હતો. જયારે તે વાયુ સેનામાં ફાઇટર વિમાન ઉડાવનારી પાંચ મહિલા પાયલોટોમાં એક શિંવાંગી સિંહ હતી. હવે ત્રીજા વર્ષે જ તેણે પોતાના ઉત્સાહન અને મહેનતથી એક વધુ ઉપલબ્ધી હાંસલ કરી અને રાફેલના સ્કવાડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થઇ
એત મહિનાની ટેકનીકી તાલીમ પ્રશિક્ષણમાં કવાલીફાઇ કર્યા બાદ હવે તે રાફેલની ટીમનો હિસ્સો બની ગઇ છે પિતાએ કહ્યું કે એક દિવસ પહેલા જ પુત્રીથી વાત થઇ તો જાણકારી મળી પુત્રી પર અમને ગર્વ છે તે અન્ય પુત્રીઓ માટે એક ઉદાહરણ બની છે ઘરમાં માતા સીમા સિંહ,ભાઇ મયંક મોટા પિતા રાજેશ્વર સિંહ પિતા રાજેશ્વર સિંહ પિતરાઇ ભાઇ શુભાંશુ હિમાંશુ વગેરેનો ખુશીનો પાર રહ્યો નથી તેમના લોકોએ ખુશી વ્યકત કરી હતી.HS