રાફેલની ભારતમાં લેન્ડિંગ પછી આ ભારતીય ક્રિકેટરે કહ્યું – પડોશી દેશોમાં આવી ગયો ભૂકંપ
હિન્દુસ્તાનની એરફોર્સમાં દુનિયાના સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ સામેલ થઈ ગયા છે. આ સાથે જ ભારતના એરફોર્સની તાકાત ડબલ થઈ ગઈ છે. ફ્રાન્સથી આવેલા પાંચ વિમાને ભારતના અંબાલા એરબેસ પર લેન્ડીંગ કરી છે. રાફેલ વિમાનની લેન્ડીંગ સાથે જ કોરોડો ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. રાફેલ ભારતમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને સલામ કરી છે. જેમાં ભારતીય ક્રિકેટર પણ પાછળ રહ્યા નથી.
ભારતીય ઓપનર શિખર ધવને રાફેલનું સ્વાગત કરતા ટિ્વટ કર્યું કે ઘરમાં સ્વાગત છે ગોલ્ડન એરોજ. આપણા દેશ માટે અદ્ભુત ક્ષણ. શિખર ધવને રાફેલના આગમનને દેશ માટે અદ્ભુત તક બતાવી છે.
જ્યારે ક્રિકેટર મનોજ તિવારીએ જાેશમાં એવું ટિ્વટ કરી દીધું કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મનોજ તિવારીએ ટિ્વટ કરીને લખ્યું કે ભારતમાં રાફેલની લેન્ડીંગ સાથે પડોશી દેશોમાં ભૂકંપનો આવી ગયો છે.
મનોજ તિવારીએ ટિ્વટ કર્યું કે રાફેલ વિમાનોની ભારતમાં લેન્ડિંગ સાથે પડોશી દેશોમાં ૮.૫ની તીવ્રતાનો ભૂકંપ આવી ગયો છે. કોઈ મોત થયા નથી. આપણા એરફોર્સને તેનાથી વધારે શક્તિ મળશે. ભવિષ્યમાં આપણા પડોશી ઉફસાવાની સ્થિતિમાં નહીં રહે. તે હસતા ચહેરા અને હસતી આંખો સાથે રહેશે.
રાફેલ દુનિયાનું સૌથી તાકાતવર લડાકુ વિમાન છે. આ સેંકડો કિલોમીટર સુધી અચૂક નિશાન લગાવી શકે છે. જે પ્રકારનું નિશાન રાફેલનું છે. આવી ક્ષમતા ચીન અને પાકિસ્તાન બંને દેશોમાં પાસે રહેલા વિમાનોમાં નથી. રાફેલમાં ૧૫૦ કિલોમીટર મારક ક્ષમતાવાળી મીટિયોર મિસાઇલ લાગેલી છે. એનો અર્થ એ છે કે ૧૫૦ કિલોમીટર દૂર થી જ કોઈ બીજા વિમાનને ધ્વસ્ત કરી શકે છે. ભારતને કુલ ૩૬ રાઇફલ મળવાના છે. જેમાં હાલ ૫ની ડિલિવરી થઈ છે.