રામથી જે પણ ટકરાવવાનું દુસ્સાહસ કર્યું છે તેની દુર્ગતિ થઇ : યોગી આદિત્યનાથ
કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે આજે ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જલપાઇગુડીમાં ચુંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતાં અહીં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ભારે પ્રહારો કર્યા હતાં અને મમતાની નારાજગી પર પણ સવાલ ઉઠાવ્યા હતાં.
યોગીએ કહ્યું કે દીદી હાલના સમયે એટલા નારાજ છે કે તે કહી રહ્યાં છે કે જય શ્રીરામ બોલશો તો જેલમાં નાખી દઇશું નારાજગી ભાજપથી કે અમારાથી હોઇ શકે છે રામથી કેમ.રામથી ટકરાવવાનું દુસ્સાહન જેણે પણ કર્યું છે તેની દુર્ગતિ થઇ છે. બંગાળમાં ટીએમસીની દુર્ગતિ નક્કી છે.
તેમણે કહ્યું કે બે મેના રોજ બંગાળને ટીએમસી સરકારથી મુક્તિ મળશે ટીએમસીના ગુડાને કાનુનના શિકંજામાં લાવવામાં આવશે એ નક્કી છે કે અપરાધીને કોંગ્રેસ કોમ્યુનિસ્ટ ટીએમસી જેવા પક્ષ સંરક્ષણ જરૂર આપશે પરંતુ કાનુનના હાથ લાંબા હોય છે તેમને પાતાળમાંથી પણ નિકાળી જેલની અંદર મોકલવાનું કામ કરશે
યાદ રહે કે ચોથા તબક્કામાં બંગાળમાં ૪૪ બેઠકો પર મતદાન છે ચોથા તબક્કામાં હાવડા અને કુચવિહાર જીલ્લામાં મતદાન થનાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલા કુચ વિહારમાં રેલી થઇ ચુકી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે બંગાળમાં ચાર જગ્યાઓ પર રોડ શો કર્યો હતો.તેમણે સિંગુર ડોમજુર હાવડા અને બેહાલા પુર્વામાં રોડ શો કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનેક જગ્યાઓ પર રેલીઓ કરી રહ્યાં છે. આજે બંગાળમાં ચુંટણી પ્રચાર કરવા બાગડોગરા વિમાની મથકે પહોંચતા યોગીનું સ્વાગત સાંસદ રાજુ બિષ્ટે કર્યું હતું. યોગીએ કર્સિયાંગ કાંતિ અને કલિયાગંજમાં જાહેરસભાઓને સંબોધી હતી અને મમતા સરકાર પર પ્રહારો કર્યા હતાં