રામદેવરા જતાં પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે અકસ્માત
અમદાવાદ ઇક્કોમાં બેસી ને રામદેવરા તરફ જઈ રહેલા પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે નવ ઘાયલ વ્યક્તિઓને 108ની મદદથી દવાખાને લઈ જવાયા હતા.
જેમાં ઇક્કો વાહનમાં બેઠેલા પાંચ વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે અન્ય નવ જણને ઓછી વત્તી ઇજાઓ થતા 108 તેમજ અન્ય વાહનોની મદદથી આબુરોડ ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માં આવ્યા હતા. ગોઝારી ઘટનાની જાણ સિરોહી જિલ્લામાં પ્રસરી જતા જિલ્લા પોલીસ વડા કલ્યાણમલ મીના સહિત પોલીસે અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે અકસ્માત એટલો ભયંકર હતો કે જેના લીધે ઇક્કો કારનો ભુક્કો વળી ગયો હતો.
કમનસીબ મૃતકની યાદી |
(1) ગણેશભાઈ રમેશભાઈ યાદવ
|
(2) હરીલાલ યાદવ
|
(3) રોના હરીલાલ યાદવ તેમજ અન્ય બે ૧૨ અને ૧૧ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. |