Western Times News

Gujarati News

રામનાથ કોવિંદ, મોદી અને રાહુલે ઈદે શુભેચ્છા આપી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદની શુભેચ્છાઓ પાઠવી અને તમામ લોકોને સમાજની ભલાઈ અને દેશમા શાંતિ અને સૌહાર્દ માટે કામ કરવાની અપીલ કરી. આ તહેવાર શુક્રવારે ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિએ ઈદ-એ-મિલાદની પૂર્વ સંધ્યા પર પોતાના સંદેશમાં કહ્યું કે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસલમાન ભાઈઓ અને બહેનોને મુબારકબાદ આપું છું.

આ તહેવારને મિલાદ-ઉન નબી પણ કહેવામાં આવે છે. તેઓએ કહ્યું કે, પેગંબર મોહમ્મદે પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ આપ્યો તથા વિશ્વને માનવતાના પથ પર લઈ ગયા. તેઓ સમાનતા અને સૌદાર્દ પર આધારિત સમાજનું નિર્માણ કરવા માંગતા હતા.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર એક નિવેદન અનુસાર, રામનાથ કોવિંદે કહ્યું કે, પવિત્ર કુરાનમાં સંકલિત પેગંબર મોહમ્મદની શિક્ષાઓ મુજબ આપણે સૌને સમાજની ભલાઈ અને દેશમાં શાંતિ માટે કામ કરવું જોઈએ.

બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. આશા છે કે આ દિવસ ચારે તરફ કરૂણા અને ભાઈચારાને કાયમ રાખે. તમામ લોકો સ્વસ્થ અને પ્રસન્ન રહે.

ઈદ મુબારક. કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તમામને શુભેચ્છા આપી. કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લખ્યું કે, ઈદ મિલાદ ઉન નબીના અવસર પર દયાળુતા અને ભાઈચારાની ભાવના તમામનું માર્ગદર્શન કરી શકે છે.

હાર્દિક શુભકામનાઓ. ઈદ એ મિલાદ ઉન નબીની હૃદયથી મુબારકબાદ. નોંધનીય છે કે, મિલાદ-ઉન-નબીને પેગંબર મોહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને ઈસ્લામી કેલેન્ડરના ત્રીજા મહિનામાં ઉજવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.