રામને કાલ્પનિક બતાવનાર સપા નેતાને બરતરફ કરાયા
લખનૌ, સમાજવાદી પાર્ટીએ ભગવાન શ્રીરામને કાલ્પનિક બતાવનાર પોતાના નેતા પર કડક પગલા ઉઠાવ્યા છે. સપાએ પાર્ટીના પછાત સેલના પ્રદેશ અધ્યક્ષ લોટન રામ નિષાદને તેમના પદેથી હટાવી દીધા છે ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર સપા નેતા લોટન રામ નિષાદ પર સપાએ કાર્યવાહી કરી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
સપાએ પછાત વર્ગ સેલના પ્રદેશ અધ્યક્ષ લોટન રામ નિષાદની છુટ્ટી કરી દીધી છે.તેમણે કહ્યું હતું કે કર્પુરી ઠાકુર મહાત્મા જયોતિબા ફુલે અને છત્રપતિ સાહૂજી મહારાજે પછાત વર્ગને તેમના અધિકાર આપ્યો મારા આસ્થા આ મહાપુરૂષોમાં છે.સપા પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે જણાવ્યું કે અખિલેશ યાદવની મંજુરી બાદ યુપી સમાજવાદી પછાત વર્ગ સેલના પ્રદેશ અધ્યક્ષને બદલવામાં આવ્યા છે. લોટન રામ નિષાદની જગ્યાએ એમએલલસી રાજપાલ કશ્યપને ગત વર્ગ સેલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભગવાન શ્રીરામ પર ટીપ્પણી કરનાર લોટન રામ નિષાદ પર સમાજવાદી પાર્ટીએ ચાર દિવસ બાદ મોટી કાર્યવાહી કરી છે તે પાર્ટી પછાત વર્ગ સેલના પ્રદેશ અધ્યક્ષ હતાં તેમની જગ્યા હવે વિધાન પરિષદ સભ્ય રાજયપાલ કશ્યપને અધ્યક્ષ બનાવ્યા છે અયોધ્યામાં નિષાદે ભગવાન શ્રીરામને કાલ્પનિક પાત્ર બતાવ્યા હતાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ ડો રાજપાલ કશ્યપે કહ્યું કે અમે ૧૫ દિવસમાં નવી પ્રદેશકાર્યકારી બનાવવામાં આવશે.HS