રામપુર ચોકડી પાસે દારૂના જથ્થા સાથે શખશ ઝડપાયો
ગોધરા, અધિક પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધર ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ પંચમહાલ ગોધરા સુચના તથા સીડીપીઓ આર.આઇ. દેસાઇ ગોધરા તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર જી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.એન. પરમાર મોરવા (હ) તથા પોલીસ સ્ટાફના માણસો એ રીતાના ખાબડા ગામે નાકાબંધી કરી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ હાલતમાં ભાગતા સદર સ્વીફ્ટ ગાડીનો પીછો કરી રામપુર ચોકડી પાનમ બ્રીજ નજીક વળાંકમાં સદરહુ સ્વીફ્ટ ગાડીને પકડી પાડી સદરહુ સ્વીફ્ટ ગાડી નં.જી.જે.૧૭-બી.એચ. ૧૭૬૧માં ચેક કરતા વચ્ચેની સીટના ભાગેથી સફેદ પુઠ્ઠાની પેટીઓ નંગ-૨૫ માં ભારતીય બનાવટના ૧૮૦ મી.લી.ના એન.વી. ગૃપ બેસ્ટો વ્હીસ્કી માર્કાના પ્લાસ્ટીકના ક્વાર્ટરીયા કુલ નંગ-૧૨૦૦ની કુલ કિંમ રૂ.૯૬,૦૦૦/- તથા પાછળની ડીકીના ભાગેથી ખાખી પુઠ્ઠાની પેટીઓ નંગ-૫માં ૫૦૦ મી.લી.ના માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ બીયર માર્કાના ટીન બીયર નંગ-૧૨૦ની કિંમત રૂ.૧૨,૦૦૦/-ની મળી કુલ પેટીઓ નંગ-૩૦માં ભરેલ કુલ પ્લાસ્ટીકના ક્વાર્ટરીયા તથા ટીન બીયર નંગ-૧૩૨૦ની કુલ કિ.રૂ.૧,૦૮,૮૦૦/-નો પ્રોહી જથ્થો આરોપી નં.(૧) સ્વીફ્ટ ગાડીના ચાલક વિનોદભાઇ ચંદ્રસિંહ પટેલ (ઉ.વ.૩૦ રહેવાસી મોરડુંગરા તા.ગોધરા) આરોપી નં.(૨) પ્રવિણભાઇ ચુનીયાભાઇ નીનામા (રહે. જેકોટ તા.લીમખેડા, જી.દાહોદ) ભરી આપી તથા આરોપી નં.(૩) મીહીરભાઇ પટેલ (રહે. મોરડુંગરા નવી વસાહત તા.ગોધરા)નાઓએ મંગાવી આરોપી નં.(૧) સ્વીફ્ટ ગાડીના ચાલક ડ્રાઇવર વિનોદભાઇ ચંદ્રસિંહ પટેલ ઉ.વ.૩૦ રહેવાસી મોરડુંગરા તા.ગોધરા નાનો પકડાઇ જતા સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.૧૭ બી.એચ.૧૭૬૧ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- ગણી મળી કુલ કિંમત રૂ.૪,૧૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નં.(૧) સ્વીફ્ટ ગાડીના ચાલક ડ્રાઇવર વિનોદભાઇ ચંદ્રસિંહ પટેલ ઉ.વ.૩૦ રહેવાસી મોરડુંગરા તા.ગોધરા નાનો પકડાઇ જતા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.