રામમંદિર નિર્માણ માટે ૪ર દિવસમાં ભક્તોએ ૩૪૦૦ કરોડનું દાન આપ્યું

ટેકનીકલ ગરબડોને પગલે રર કરોડના અંદાજે ર૦ હજાર ચેક બાઉન્સ થઈ ગયા હતા.
નીધી સમર્પણ અભિયાનનો ટ્રસ્ટ દ્વારા અભ્યાસ કરવા ઓકસફોર્ડ યુનિર્વસિટી તરફથી ટ્રસ્ટ પાસે એક પ્રસ્તાવ પણ આવ્યો
(એજન્સી)નવીદિલ્હી, રામમંદીર નિર્માણ માટે દેશભરમાં ચલાવવામાં આવેલા નીધી સમર્પણ અભિયાનનો ઓડીટ રીપોર્ટ લગભગ તૈયાર થઈ ચુકયો છે. દેશના ૯૦% જીલ્લાઓનું ઓડીટ થઈ ચુેકયું છે. જે પ્રમાણે ૩૪૦૦ કરોડ રૂપિયાનું નીધી સમર્પણ મળ્યું હોવાની જાણકારી સામે આવી છે.
શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જીલ્લાવાઈઝ અભિયાનનું ઓડીટ કરાવી રહયું છે. જાેકે ટ્રસ્ટ સુત્રોનું કહેવું છે કે ફાઈનલ ઓડીટ રીપોર્ટ આવ્યા બાદ આ રકમમાં વધારો થઈ શકે છે.
રામમંદીર નિર્માણ માટે ૧પ જાન્યુઆરી મકરસંક્રાતિથીર૭ ફેબ્રુઆરી સંત રવીદાસ જયંતી ર૦ર૧ સુધીમાં દેશના તમામ રાજયોમાં નીધી સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટે ૧૦,૧૦૦ અને ૧૦૦૦ના કુપન દ્વારા દેશના દરેક વર્ગ પાસેથી નિધી સમર્પણ પ્રાપ્ત કર્યું હતું. માર્ચ ર૦ર૧ સુધી દેશના તમામ રાજયોમાં નિધી સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ટ્રસ્ટે ૧૦, ૧૦૦ અને ૧૦૦૦ના કુપન દ્વારા દેશના દરેક વર્ગ પાસેથી નિધી સમર્પણ પ્રાપ્ત કર્યું હતું. માર્ચ ર૦ર૧ સુધી થયેલા ઓડીટમાં ટ્રસ્ટને ૩૪૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા. અલગ અલગ રાજયના એકમો જીલ્લાવાઈઝ પોતાના સ્તર પર ઓડીટ કરાવીને ટ્રસ્ટને રીપોર્ટ આપી રહયા છે.
મોટાભાગના જીલ્લાઓનું ઓડીટ પુર્ણ થઈચુકયું છે. શ્રીરામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે નીધી સમર્પણ અભિયાનથી પ્રાપ્ત રકમનો આંકડો ઓડીટ પૂર્ણ થયા બાદ જ મળશે.
ઘણા ભકતો એવા છે જેમાં મંદીર માટે ચેક મારફતે નીધી સમર્પણ કર્યું હતું. જેમાં ટેકનીકલ ગરબડોને પગલે રર કરોડના અંદાજે ર૦ હજાર ચેક બાઉન્સ થઈ ગયા હતા. અંદાજે ૧પ હજારથી વધુ ચેક પરત આપવામાં આવ્યા હતા. અયોધ્યા જીલ્લાના બે હજાર જેટલા ચેક બાકઉન્સ થયા હોવાનું જણાઈ રહયું છે. આ લોકો સાથે ટ્રસ્ટની ટીમે વાત કરી ટેકનીકીલ ખામીઓ દૂર કરાવીને નીધી સમર્પણ કરાવ્યું હતું.
શ્રીરામમંદીર નિર્માણ માટે ચલાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા નીધી સમર્પણ અભિયાનનો ટ્રસ્ટ દ્વારા અભ્યાસ પણ કરાવવામાં આવશે. આ માટે ઓકસફોર્ડ યુનિર્વસિટી તરફથી ટ્રસ્ટ પાસે એક પ્રસ્તાવ પણ આવ્યો હતો પરંતુ ટ્રસ્ટે તેને ટાળ્યો હતો.