રામમંદિર ભૂલી જાવ, પેટ્રોલની કિંમત ઘટાડો : શિવસેના
મુંબઇ: શિવસેનાના મુખપત્ર સામનામાં રામમંદિર માટે ઉઘરાવવામાં આવતા પૈસાને લઈને આકરી ટીકા કરવામાં આવી છે. શિવસેનાએ કહ્યું કે ‘અયોધ્યામાં રામમંદિર માટે ફાળા વસુલી(પૈસા ઉઘરાવવા) કરતાં, મોદી સરકારે ચંદ્ર પર પહોંચેલી પેટ્રોલ અને ડિઝલની કિંમત નીચી લાવવી જાેઈએ.’
સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે ‘જાે અગાઉની સરકારમાં પેટ્રોલની કિંમત વધતી હતી, તો તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાૅંગ્રેસને લૂંટારુ કહેતા હતા.’ “મોદીએ હવે તમામ પબ્લિક સેક્ટર યુનિટનું સેલ ગોઠવ્યું છે અને ગત સરકારોને પેટ્રોલનો ભાવ વધારવા માટે દોષ આપે છે.” કાૅંગ્રેસનો આરોપ છે કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા સેલેબ્રિટી તેમની સરકારમાં પેટ્રોલની કિંમત ઉંચી જતી હતી ત્યારે બોલતા હતા આજે બોલી રહ્યા નથી.
સામનામાં આ અંગે લખાયું છે કે તેમની પર આક્ષેપ ન મૂકી શકાય. આનો અર્થ એ છે કે ૨૦૧૪ પહેલાં બોલવાની આઝાદી, અને ટીકા કરવાનો અધિકાર હતો. સરકારની પૉલિસીની ટીકા કરવા કોઈને જેલમાં મોકલવામાં નહોતા આવતા. હાલ આપણે તે આઝાદી ભૂલી ગયા છીએ.