રામવિલાસ પાસવાનનું નિધન
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર ૭૪ વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટિ્વટ કરીને આ માહિતી આપી હતી.
રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં ૨ ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ના આગેવાનોએ શોક વ્યક્ત કર્યો છે બિહારના રાજકરણમાં ખૂબ સક્રિય તેવો હતા અને કેન્દ્રમા પણ સત્તા ધારી પક્ષ સાથે ગંઠબંધન કરી મોભાનુ સ્થાન ધરાવતા હતા.