રામવિલાસ પાસવાનને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ
પટણા: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનનું ગુરૂવારે સાંજે ૭૪ વર્ષની વયે નિધન થયું હતું શુક્રવારે મોડી સાંજે રામવિલાસ પાસવાનનો મૃતદેહ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા પટણા પહોંચ્યો હતો આજે સવારે રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને પટણાના એસ કે પુરી ખાતે તેમના નિવાસ સ્થાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રામકૃપાલ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ તેમના અંતિમ સન્માન અને રામવિલાસને શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં.આ દરમિયાન ચિરાગ પાસવાન ખુબ જ ભાવુક થઇ ગયો અને રામકૃપાલ યાદવને જાેઇને તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડયો હતો રામકૃપાલ પણ આ દરમિયાન તેમના આંસુ રોકી શકયા ન હતાં.
આ જાેઇને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભરાઇ આવી હતી. ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમાં અપાર જનસમૂહ ઉમટી પડયો હતો. અંતિમ સંસ્કાર પટણામિાં ગંગા કિનારે આવેલ દીધા ઘાટ પર કરવામાં આવ્યા હતાં. દિવંગત રામવિલાસ પાસવાનના રાજકીય સન્માન સાથે અઁતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પુત્ર ચિરાગે અગ્નદાહ આપ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી નીતીશકુમાર,નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગિરિરાજ સિંહ,નિત્યાનંદ રાય હાજર રહ્યાં હતાં.ચિરાગ પાસવાન અંતિમ સંસ્કાર વિધિ કરી રહ્યો હતો ત્યારે ખુબ ભાવુક થઇ ગયો હતો અને તે બેભાન પણ થઇ ગયો હતો.